સુશાંત કેસમાં CBI તપાસનો પાંચમો દિવસ : સુશાંતની સોશિયલ મીડિયા પોસ્ટ, વોટ્સએપ ચેટ અને મિત્રો સાથેની વાતચીતનું એનાલિસિસ થશે, રિયા સાથે પૂછપરછ પણ શક્ય

0
5

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતાન મોતની CBI તપાસનો આજે પાંચમો દિવસ છે. તપાસ એજન્સી સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, ભાઈ શોવિક, મા સંધ્યા અને તેમના પિતા ઈન્દ્રતિજ ચક્રવર્તી સાથે પણ પૂછપરછ કરવાની છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ચારેયને પૂછપરછ માટે સમન્સ આપવામાં આવ્યા છે. જોકે તેમના વકીલ સતીશ માનશિંદે આ વિશે ઈનકાર કરી રહ્યા છે. તે સિવાય સુશાંતના બિઝનેસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડા સાથે પણ ફરી વાર પૂછપરછ થવાની શક્યતા છે.

લાઈવ અપડેટ્સ

  • મુંબઈ પોલીસની એક ટીમ મંગળવારે સવારે 9.30 વાગે DRDO ગેસ્ટ હાઉસ પહોંચી છે.
  • CBIએ આજે સુશાંતના સીએ સંદીપ શ્રીધરને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. તેઓ પણ ગેસ્ટ હાઉસ પહોંચી ગયા છે.

CBI સુશાંતની મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરશે
આ દરમિયાન જાણવા મળ્યું છે કે, CBI સુશાંતની મનોવૈજ્ઞાનિક ઓટોપ્સી કરવાની પણ તૈયારી કરી રહ્યું છે. તે અંતર્ગત તપાસ એજન્સીની CFSL ટીમ સુશાંતના જીવનના દરેક મુદ્દાનો સ્ટડી કરશે. તેમાં સોશિયલ મીડિયા પર પોસ્ટથી લઈને વોટ્સએપ ચેટ અને પરિવાર, મિત્રો અને અન્ય લોકો સાથેની વાતચીત પણ સામેલ કરાશે.

CBIએ સોમવારે શું કર્યું?

  • સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાણી અને તેના કૂક નીરજ સિંહ સાથે DRDOમાં સતત ત્રીજા દિવસે પૂછપરછ કરવામાં આવી. આ દરમિયાન CBIએ દિપેશ સાંવતને પણ સુશાંતના રિયા સાથેના બ્રેકઅપ પછીના વર્તન વિશે પૂછપરછ કરી હતી.
  • સુશાંતની આવક અને કામ સાથે જોડાયેલા નિર્ણયો કોણે લીધા, સુશાંતને પરિવારથી દૂર કોણે રાખ્યો આ વિશે પણ સવાલ પૂછવામાં આવ્યા હતા.
  • CBIએ એ સવાલો પણ ઉભા કર્યા હતા કે, અભિનેતાને તેના રૂમમાં મૃત જોયા પછી તુરંત પોલીસને જાણ કેમ ન કરવામાં આવી. તેમણે પોલીસની રાહ જોયા વગર જાતે જ મૃતદેહ નીચે કેમ ઉતાર્યો.
  • CBI સોમવારે ફરી એક વાર વોટરસ્ટોન રિસોર્ટ પહોંચી અને એ જાણવાનો પ્રયત્ન કર્યો કે, સુશાંત જ્યારે ત્યાં હતા ત્યારે તેમનું વર્તન કેવું હતું. CBI ટીમ બે કલાક કરતાં વધારે સમય ત્યાં રહી હતી.
  • કપૂર હોસ્પિટલ જઈને સુશાંતનું પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર્સ સાથે પણ ફરી પૂછપરછ કરવામાં આવી અને CBIએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ જોયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here