સુશાંત કેસમાં મોટો ઘટસ્ફોટ : સુશાંતનો વિસેરા રિપોર્ટ નેગેટિવ, ઝેર આપ્યું હોવાના કોઈ પુરાવા નહીં

0
0

સુશાંત સિંહ રાજપૂત કેસમાં AIIMSના પાંચ ડૉક્ટર્સની ટીમે CBIને વિસેરા રિપોર્ટ આપ્યો છે. આ રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ થયો છે અને સૂત્રોના મતે, સુશાંતને ઝેર આપવામાં આવ્યું નહોતું. AIIMSના ડૉક્ટર્સને સુશાંતના શરીરમાંથી કોઈ પણ પ્રકારનું ઓર્ગેનિક ઝેર મળ્યું નથી

કૂપર હોસ્પિટલને ક્લીન ચિટ નહીં

ન્યૂઝ ચેનલ આજ તકના અહેવાલ પ્રમાણે, CBIએ હજી સુધી કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સને ક્લીન ચિટ આપી નથી. કૂપર હોસ્પિટલના રિપોર્ટને વિગતવાર જોવાની જરૂર હોવાનું કહેવામાં આવ્યું છે. કૂપર હોસ્પિટલ હજી પણ શંકાના ઘેરામાં છે. AIIMSના રિપોર્ટમાં એ વાત તરફ ઈશારો કરવામાં આવ્યો છે કે કૂપર હોસ્પિટલે સુશાંત કેસમાં લાપરવાહી દાખવી હતી. ઉલ્લેખનીય છે કે કૂપર હોસ્પિટલના ડૉક્ટર્સે સુશાંતની ઓટોપ્સી કરી હતી. આ ઓટોપ્સી પર અનેક સવાલો કરવામાં આવ્યા છે. સુશાંતના ગળા પરના નિશાન અંગે રિપોર્ટમાં કંઈ જ કહેવામાં આવ્યું નથી. સુશાંતના મોતનો સમય પણ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યો નહોતો.

CFSLએ CBIને રિપોર્ટ આપ્યો

બાન્દ્રા ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન પછી CFSL ને જાણવા મળ્યું છે કે સુશાંતનું મોત ફાંસી લગાવવાથી થયું હતું. CFSLએ CBI ટીમને રિપોર્ટ આપી દીધો છે. જોકે તેની સત્તાવાર જાહેરાત ટૂંક દિવસમાં કરાય તેવી સંભાવના છે.

રિપોર્ટ મુજબ આ એક પાર્શિયલ હેંગિંગ

રિપોર્ટમાં તેને પાર્શિયલ હેંગિંગ એટલે કે પૂર્ણ ફાંસી કહેવામા આવી નથી. એનો અર્થ એ થાય કે મૃતકના પગ સંપૂર્ણ પણે હવામાં ન હતા. એટલે કે તે જમીનને ટચ હતા અથવા બેડ કે સ્ટૂલ જેવી કોઈ વસ્તુ પર હતા. બાન્દ્રા સ્થિત ફ્લેટમાં ક્રાઈમ સીનના રિક્રિએશન અને પંખા સાથે લટકતા કપડાંની સ્ટ્રેંથ ટેસ્ટિંગ પછી CFSLએ આ રિપોર્ટ તૈયાર કર્યો છે.

પોતાના બન્ને હાથનો ઉપયોગ કરીને સુશાંતે ફાંસી લગાવી

સૂત્રોનું માનીએ તો CFSL વિશ્લેષણ રિપોર્ટમાં જાણવા મળ્યુ છે કે સુશાંતએ બન્ને હાથનો ઉપયોગ કરીને ફાંસી લગાવી હશે. તેણે પોતાના જમણા હાથનો ઉપયોગ પોતાને લટકાવવા માટે કર્યો હતો. ગળામાં પડેલી લિગેચર માર્કની ગાંઠની સ્થિતિનો પણ રિપોર્ટમાં ઉલ્લેખ છે. રાઈડ ડેન્ડર આ રીતે ફાંસી લગાવી શકે છે. રિપોર્ટમાં એ પણ કહેવામા આવ્યું છે કે તેના કમરેથી મળેલા કપડાનો ઉપયોગ ફાંસી લગાવવા માટે કરાયો છે.

14 જૂનના રોજ સુશાંતની બોડીને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, તે સમયની તસવીર
(14 જૂનના રોજ સુશાંતની બોડીને કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, તે સમયની તસવીર)

 

આ પોઈન્ટ્સને CFSLએ પોતાના રિપોર્ટમાં જોડ્યા છે

  • એપ્લાઈડ ફોર્સની માત્રા: લટક્યા પછી ગરદન પર કેટલી માત્રામાં ગાળીયાનું દબાણ આવ્યું હતું.
  • ડ્યુરેશન ઓફ એપ્લાઈડ ફોર્સ: ગરદન પર ગાળીયો લાગ્યા પછી કેટલી વાર વ્યક્તિ જીવિત રહ્યો હતો.
  • એરિયા ઓફ એપ્લાઈડ ફોર્સ: ગરદનના કેટલા ભાગ પર ગાળીયાની અસર પડી.
  • ફોર્સ ડિસ્ટ્રીબ્યૂશનનું એનાલિસિસ: અચાનક લટકવાના કારણે ગરદન પર ફોર્સનું એનાલિસિસ.

14 જૂનના રોજ મોત

સુશાંત 14 જૂનના રોજ પોતાના મુંબઈ સ્થિત ઘરમાં લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પહેલા કેસની તપાસ મુંબઈ પોલીસે કરી હતી પરંતુ પછી સુશાંતના પિતાએ બિહારમાં પોલીસ ફરિયાદ કરી હતી.

સુશાંતના પરિવારે રિયા પર આક્ષેપો મૂક્યા હતા

સુશાંતના પરિવારના વકીલ વિકાસ સિંહે સુશાંતને ઝેર આપવામાં આવ્યું હોવાની આશંકા દર્શાવી હતી. જોકે, AIIMSના રિપોર્ટમાં એ વાત સ્પષ્ટ થઈ છે કે સુશાંતને કોઈ પણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું નથી. સુશાંતના પરિવારે આ આત્મહત્યા નહીં પરંતુ મર્ડર હોવાની વાત કહી હતી. સુશાંતના પિતાએ રિયા પર ઝેર આપવાનો આક્ષેપ મૂક્યો હતો. સુશાંતના પરિવારે જુલાઈમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી. રિયાની સામે CBI, ED અને NCB એવી ત્રણ ત્રણ દેશની ટોચની એજન્સીઓ કામ કરી રહી છે. હાલમાં રિયા ડ્રગ્સ કેસમાં ભાયખલા જેલમાં છેલ્લાં 22 દિવસથી બંધ છે. રિયાની આઠ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here