દુઃખદ : સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનનું 12મા માળેથી પડતાં નિધન

0
0

મુંબઈ. સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સલિયનનું સોમવાર (નવ જૂન)ના રોજ નિધન થયું હતું. 28 વર્ષીય દિશા મલાડના જનકલ્યાણ નગર ફ્લેટના 12મા માળેથી પડી ગઈ હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા રિપોર્ટ પ્રમાણે, દિશા પોતાના પેરેન્ટ્સ સાથે રહેતી હતી. જોકે, તે થોડાં સમય પહેલાં જ બોયફ્રેન્ડ રોહન રાયના ઘરે આવી હતી. દિશા બારમા માળેથી પડતાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે દિશા બંટી સજદેહની મેનેજમેન્ટ કંપની કોર્નર સ્ટોન માટે કામ કરતી હતી.બંટી સજદેહ એક્ટર સોહેલ ખાનનો સાળો છે. એટલે કે સોહેલની પત્ની સીમાનો ભાઈ છે.

ડિનર બાદ આત્મહત્યા કરી
અંગ્રેજી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે, દિશા તથા અન્ય મિત્રો રોહન રાયના મલાડ વેસ્ટમાં આવેલા જનકલ્યાણ નગરના 12મા માળે આવેલા ફ્લેટમાં ભેગા થયા હતાં. પોલીસના મતે, કુલ છ મિત્રો હતાં. તેમણે ડિનર બાદ ડ્રિંક પણ કર્યું હતું. તેઓ ગેમ્સ તથા પત્તા રમતા હતાં. રિપોર્ટ પ્રમાણે, દિશાનો પાર્થિવ દેહ કાંદિવલીમાં આવેલી શતાબ્દી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. દિશાનો કોવિડ 19 ટેસ્ટ પણ કરવામાં આવશે. સૂત્રોના મતે, દિશા પોતાના કોઈ ઓળખીતા સાથે વીડિયો કોલ કરતી હતી. તે ઉદાસ હોવાનું દેખાઈ આવતું હતું પરંતુ ચોક્કસ કારણ કોઈને પણ ખ્યાલ નથી. દિશા પાસેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી નહોતી.

પોલીસે પેરેન્ટ્સના સ્ટેટમેન્ટ લઈ લીધા છે. હજી સુધી મિત્રોના સ્ટેટમેન્ટ લેવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે દિશાએ સુશાંત ઉપરાંત વરુણ શર્મા, કોમેડિયન ભારતી સિંહ સાથે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેણે ઐશ્વર્યા રાય બચ્ચન માટે પણ કામ કર્યું હતું. દિશાના આકસ્મિક નિધનથી બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

વરુણે કહ્યું, વિશ્વાસ નથી
વરુણ શર્માએ કહ્યું હતું કે જ્યારે દિશાના નિધનના ન્યૂઝ મળ્યાં ત્યારે ઘણં જ દુઃખ થયું. વરુણે ઈન્સ્ટાગ્રામ પર દિશા સાથેની એક તસવીર શૅર કરીને કહ્યું હતું કે તે એક સારી વ્યક્તિ તથા મિત્ર હતી. તેને હજી પણ વિશ્વાસ નથી કે દિશા જતી રહી. બહુ જ જલ્દી જતી રહી. વરૂણની આ પોસ્ટ પર  સોનાક્ષી સિંહા, મૌની રોય, હુમા કુરૈશી સહિતના સેલેબ્સે દિશાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. સુશાંત સિંહ રાજપૂત તથા ભારતી સિંહે ઈન્સ્ટા સ્ટોરીમાં દિશાના શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

https://www.instagram.com/p/CBNwTQrB2_9/?utm_source=ig_embed

( સુશાંત સિંહ રાજપૂતે ઈન્સ્ટા સ્ટોરીમાં દિશાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો )

( ભારતી સિંહે પણ ઈન્સ્ટા સ્ટોરીમાં દિશાના શ્રદ્ધાંજલિ પાઠવી હતી )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here