સુશીલ કુમારને લાગ્યો મોટો આંચકો, ફેડરેશનને ટ્રાયલને ટાળવાનો કર્યો ઈનકાર

0
22

ઘાયલ સુશીલ કુમારની પુરૂષોની 74 કિલો ફ્રી સ્ટાઇલ ટ્રાયલ્સ મુલતવી રાખવા વિનંતી છતાં ભારતીય રેસલિંગ ફેડરેશન દ્વારા અગાઉના કાર્યક્રમ પ્રમાણે આ કેટેગરી માટે ટ્રાયલ્સ યોજવાનું પણ નક્કી કરાયું છે.

સ્ટાર રેસલરને જોકે માર્ચમાં ટોક્યો ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરવાની તક મળી શકે છે. પોતાની કારકિર્દીને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કરી રહેલા સુશીલ શુક્રવારે હાથમાં થયેલી ઇજાના કારણે ટ્રાયલથી ખસી ગયો હતો અને તેના વર્ગની ટ્રાયલ મુલતવી રાખવા વિનંતી કરી હતી.

ટ્રાયલ્સનો વિજેતા રોમમાં 15 થી 18 જાન્યુઆરી દરમિયાન યોજાનારી પહેલી રેન્કિંગ શ્રેણીની ટુર્નામેન્ટ હશે, નવી દિલ્હીમાં 18થી 23 ફેબ્રુઆરી વચ્ચે અને એશિયાની ચેમ્પિયનશિપ ચીનના જિયાનમાં 27થી 29 માર્ચ સુધી યોજાશે. એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયર માટે ભારતીય ટીમમાં સ્થાન મેળવશે.

ડબ્લ્યુએફઆઈના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે જણાવ્યું હતું કે તમામ વર્ગો (પુરુષોની ફ્રી સ્ટાઇલમાં પાંચ અને ગ્રીકો રોમનમાં છ) યોજવામાં આવશે. સિંહે પીટીઆઈને જણાવ્યું હતું કે, ‘ટ્રાયલ્સ ચોક્કસપણે મોકૂફ રાખવામાં આવશે નહીં. અમારી પાસે રેસલર્સ 74 કિલોગ્રામમાં લડી રહ્યા છે. સુશીલને ઈજા થઈ હોય તો આપણે શું કરી શકીએ?

ડબ્લ્યુએફઆઈના સહાયક સચિવ વિનોદ તોમારે કહ્યું, ‘જો ડબ્લ્યુએફઆઈને લાગે છે કે માર્ચમાં એશિયન ક્વોલિફાયર્સ માટે કોઈ મજબૂત ઉમેદવાર નથી, તો સુશીલને ટ્રાયલ્સમાં જોડાવા માટે કહી શકાય.’

સુશીલ કુમાર પોતાની કારકીર્દિને પાટા પર લાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તે તેના રશિયન કોચ કમલ મલિકોવ સાથે પ્રેક્ટિસ કરતો હતો. સુશીલે પીટીઆઈને કહ્યું, ‘હું બે અઠવાડિયામાં ફીટ થઈશ. ચિંતા કરશો નહીં હું પાછો આવીશ વર્લ્ડ ચેમ્પિયનશિપ પછી પ્રેક્ટિસ કરતી વખતે હું ઈજાગ્રસ્ત થયો હતો. ડબલ્યુએફઆઈ આ જાણે છે. જો તેઓ ટ્રાયલ કરાવવા માંગતા હોય તો તે સારું છે. ‘મહિલાઓની ટ્રાયલ શનિવારે લખનૌમાં યોજાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here