બિહાર : સુશીલ કુમાર મોદીને લાગ્યો કોરોનાનો ચેપ, એમ્સમાં કરાયા દાખલ

0
4

બિહારના નાયબ મુખ્ય પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુશીલ કુમાર મોદીને કોરોના ચેપ લાગ્યો છે. તેમને સારવાર માટે પટણાના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. સુશીલકુમાર મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસથી મારા શરીરનુ ટેમ્પરેચર થોડુ વધારે હતુ. ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે બીજા કોઈ લક્ષણો નથી. તકેદારીના ભાગરુપે હોસ્પિટલમાં દાખલ થયો છું. ચૂંટણી પ્રચાર માટે બહુ જલ્દી પાછો ફરીશ.

બિહાર વિધાનસભાની ચૂંટણીને પગલે નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ રવિવારે મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે બક્સર અને ભોજપુરમાં જાહેરસભા યોજી હતી. જેમાં ક્યાંક સોશ્યલ ડિસ્ટન્સિંગનો અભાવ પણ જોવા મળ્યો હતો.

બિહારમાં સુશીલ મોદી અગાઉ ભાજપના અનેક અન્ય નેતાઓ પણ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ભાજપના પ્રવક્તા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શાહનવાઝ હુસૈન પણ કોરોના પોઝિટિવ આવ્યા. ત્યારબાદ રાજીવ પ્રતાપ રૂડી, મંગળ પાંડેએ પોતાને ક્વોરન્ટિન કર્યા હતા.

બિહારમાં પહેલા તબક્કાના મતદાનને માત્ર એક અઠવાડિયાનો સમય બચ્યો છે. 28 ઓક્ટોબરે મતદાન છે. આવામાં ભાજપ માટે આ મોટો ઝટકો છે. કારણ કે સતત નેતાઓ ક્વોરન્ટિન થઈ રહ્યા છે. જેની અસર ભાજપના પ્રચાર કેમ્પેઈન પર પડી શકે છે. શુક્રવારથી બિહારમાં  ભાજપ માટે પીએમ મોદી પોતે ચૂંટણી પ્રચારની બાગડોર સંભાળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here