Tuesday, January 18, 2022
Homeરાષ્ટ્રીય સન્માન સાથે સુષમા દીદીની અંતિમ વિદાય,પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન
Array

રાષ્ટ્રીય સન્માન સાથે સુષમા દીદીની અંતિમ વિદાય,પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થયો. સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને લોધી રોડ સ્થિત સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. મંગળવારે રાત્રે 67 વર્ષના સુષ્મા સ્વરાજને એટેક આવ્યા બાદ રાત્રે 9 વાગ્યે ગંભીર સ્થિતિમાં એમ્સ લાવવામાં આવ્યા પરંતુ ડોક્ટર એમને બચાવી શકાયા નહોતા.

સુષ્મા સ્વરાજના પુત્રીએ આપ્યો મુખાગ્નિ

સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરીએ અંતિમ સંસ્કાર આપ્યા. એમની સાથે સુષ્મા સ્વરાજના પિતા સ્વરાજ કૌશલ હાજર હતા. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, સહિત સરકારના મોટા મંત્રી સુષ્મા સ્વરાજના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે એમ્સમાં નિધન થઇ ગયું. મંગળવારે સુષ્મા સ્વરાજને એટેક આવ્યા બાદ રાત્રે 9 વાગ્યે ખુબ જ ગંભીર સ્થિતિમાં એમ્સ લાવવામાં આવ્યા પરંતુ ડોક્ટર એમને બચાવી ન શક્યા. બીજેપી મુખ્યાલયમાં તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો.

દિગ્ગજ નેતાઓએ અંતિમ અલવિદા

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ પણ સુષ્મા સ્વરાજને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. લાલકૃષ્ણ અડવાણી, મનીષ સિસોદિયા, શરદ યાદવ, અશોક ગહલોત, બિપ્લબ દેવ, અરવિન્દ કેજરીવાલ સહિત ઘણા મોટા નેતાઓ સુષ્મા સ્વરાજને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા વેંકૈયા નાયડૂ રડી પડ્યા હતા.

રાજનાથ-પીયૂષ ગોયલ તથા નડ્ડાએ આપી કાંધ

સુષ્મા સ્વરાજના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવ્યો ત્યારે રાજનાથ સિંહ, જેપી નડ્ડા, રવિશંકર પ્રસાદ, પીયૂષ ગોયલે કાંધ આપી. ત્યારબાદ તેમના પાર્થિવ શરીરને લોધી રોડ સ્થિત શ્મશાન ગૃહ ખાતે લઇ જવામાં આવ્યો હતો.

ધર્મગુરુ દલાઇ લામાની શ્રદ્ધાજંલિ

તિબ્બતના ધર્મગુરૂ દલાઇ લામાએ પણ સુષ્મા સ્વરાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એમણે કહ્યું કે સુષ્મા સ્વરાજે પોતાના કામ દ્વારા દુનિયામાં ઘણું સમ્માન મેળવ્યું. તેમના નિધન પર એમના પરિવાર પ્રતિ શોક વ્યક્ત કરીએ છીએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular