સુષમા સ્વરાજ : કચોરીના ખૂબ શોખીન હતા સુષમા, દિવસ અનુસાર રંગ મુજબ ભોજન લેતાં

0
12

67 વર્ષની ઉંમરે જીવનના છેલ્લા શ્વાસ લેનારા સુષમા સ્વરાજનું હાર્ટ એટેકના કારણે મંગળવારે એમ્સમાં મૃત્યુ થયું છે. જો તેમના સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો જ્યોતિષ અને રત્નોમાં વિશ્વાસ રાખનારા સુષમા હેલ્થ પ્રત્યે ખૂબ જ સજાગ હતા.

સુષમા સ્વરાજ દિવસ અને રંગ પ્રમાણે ફેશન સ્ટાઈલની સાથે જ ફૂડ સ્ટાઈલ પણ મેન્ટેઈન કરતાં. તમને જાણીને નવાઈ લાગશે પણ જે દિવસે જે રંગનું મહત્વ હોય તે રંગનું ભોજન સુષમા કરતા. જેમકે સોમવારે સફેદ રંગની વાનગી અને બુધવારે લીલા રંગની દાળ કે કોથમીરની વાનગીને મહત્વ આપતાં. તેમની રસોઈમાં દિવસના આઘારે સામગ્રીઓના અલગ અલગ ડબ્બા રાખવામાં આવતાં. તેમના સ્ટાફને પણ તેમને પૂછવું પડતું નહીં. એ જ વસ્તુઓમાંથી તેઓ શક્ય તેટલી અલગ ચીજો બનાવીને સુષમાને પીરસતાં.

સુષમાની ફેવરિટ હતી કચોરીઃ
2014માં સુષમા ચૂંટણીના કામે ભોપાલ ગયા અને વાત વાતમાં જ પૂછ્યું કે તમારે ત્યાં શું ખાસ મળે છે ખાવામાં? જવાબ મળ્યો કચોરી. સુષમા ખૂબ જ પ્રભાવિત થયા. તેઓથી બોલાઈ ગયું એ તો મારી ફેવરિટ છે. પછી ગરમાગરમ કચોરી લાવવામાં આવી. પછી જ્યારે સુષમા આવતાં ત્યારે ટેબલ પર અચૂક કચોરી રાખવામાં આવતી. ભાજપના કાર્યાલયમાં કચોરી પ્રસિદ્ધ થઈ ગઈ હતી.

માખણ મલાઈ પણ હતી પસંદ:
લખનઉ સાથે સુષમાને ખાસ સંબંધહતો. તેઓ જ્યારે પણ લખનઉ જતા ત્યારે ચોકની માખણ મલાઈનો સ્વાદ અચૂક લેતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here