લોકડાઉન વર્કઆઉટ : સુષ્મિતા સેને બોયફ્રેન્ડ રોહમન શોલ સાથેનો વર્કઆઉટ વીડિયો શેર કર્યો, ગર્ભાસન શીખવ્યું

0
4

મુંબઈ. લોકડાઉનમાં સુષ્મિતા સેન ઘરે રહીને વર્કઆઉટ કરી રહી છે. તે યોગના અલગ અલગ પોઝના ફોટોઝ પણ શેર કરતી રહે છે. સુષ્મિતા તેના વર્કઆઉટ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેના વીડિયોમાં ઘણીવાર તેનો બોયફ્રેન્ડ રોહમન શોલ પણ જોવા મળે છે. સુષ્મિતાએ ગર્ભાસન કરતો એક વીડિયો શેર કર્યો છે. તેમાં રોહમન પણ સાથે છે.

bસુષ્મિતાએ લખ્યું કે, ગર્ભસન. આમાં જે કમ્ફર્ટ છે તે બીજા કોઈપણમાં નથી. આ મગજને જલ્દી શાંત કરે છે. મારી સાથે રોહમન પણ આ ટ્રાય કરે છે એ ઘણું સુંદર છે. અમે તમને શાંતિ અને દુનિયાનો બધો પ્રેમ વિશ કરીએ છીએ.

સુષ્મિતા સેન તેની દીકરીઓન પણ વીડિયો શેર કરતી રહે છે. 44 વર્ષીય સુષ્મિતાનો 29 વર્ષીય બોયફ્રેન્ડ લોકડાઉનમાં તેમની સાથે જ રહે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here