ફિટનેસ : સુસ્મિતા સેનનો પ્રેમી રોહમન શૉલ એક્ટ્રેસની દીકરીઓ રિની તથા અલિશા માટે ફિટનેસ ટ્રેનર બન્યો

0
5

મુંબઈ. સુસ્મિતા સેન તથા તેનો પ્રેમી રોહમન શૉલ બંને ફિટનેસને લઈ ઘણાં જ સજાગ છે. સુસ્મિતા અવારનવાર સોશિયલ મીડિયામાં બંને સાથે યોગ તથા વર્કઆઉટ કરતાં હોય તેની તસવીર શૅર કરે છે. હાલમાં જ સુસ્મિતાએ એક નવો વીડિયો શૅર કર્યો હતો, આ વીડિયોમાં રોહમનના માર્ગદર્શન હેઠળ તેની બંને દત્તક દીકરીઓ રિની તથા અલિશા વર્કઆઉટ કરે છે.

સોશિયલ મીડિયામાં શૅર કર્યો

સુસ્મિતાએ સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોની શરૂઆતમાં લખાઈને આવે છે કે જો તમે તમારા ડરને લાંબા સમય સુધી પકડી રાખો તો તે હિંમતમાં બદલાઈ જાય છે. સુસ્મિતાની નાની દીકરી અલિશાને રોહમન સૂર્યનમસ્કાર તથા જિમ્નેસ્ટિક શીખવે છે.

https://www.instagram.com/p/CAD7E8yhD0q/?utm_source=ig_embed

સુસ્મિતા તથા રોહમન પણ એ જ વર્કઆઉટ કરે છે

સુસ્મિતા તથા રોહમન પણ વર્કઆઉટ કરે છે. ત્યારબાદ સુસ્મિતાની મોટી દીકરી રિની પણ વર્કઆઉટ કરવાનો પ્રયાસ કરે છે.

સુસ્મિતા રસોઈ બનાવતી નથી

હાલમાં જ રાજીવ મસંદને આપેલા ઈન્ટરવ્યૂમાં સુસ્મિતાએ કહ્યું હતું કે તેને રસોઈ બનાવતા બિલકુલ આવડતી નથી. તે માત્ર દીકરીઓ માટે એગ્સ બ્રેડ બનાવે છે. આ સિવાય તે ક્યારેય રસોઈ બનાવવાનું વિચારતી નથી. રોહમન સારો કુક છે અને તે સારી રસોઈ બનાવે છે. તે કૉફી પણ મસ્ત બનાવે છે. રિની પણ સારી રસોઈ બનાવે છે. અલિશાને રસોઈ બનાવવાની હાલ પરવાનગી નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં સુસ્મિતા સેન બોયફ્રેન્ડ રોહમન તથા દીકરીઓ રિની તથા અલીશા સાથે સમય પસાર કરી રહી છે. નોંધનીય છે કે સુસ્મિતા સેન વેબ સીરિઝ ‘આર્યા’થી કમબેક કરી રહી છે. આ સીરિઝમા તે લીડ રોલમાં જોવા મળશે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here