વડોદરા : લુણા ગામમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘીનું કૌભાંડ ઝડપાયુ, 104 ડબ્બા ઘી સાથે મહિલાની અટકાયત

0
13

વડોદરાઃ વડોદરા જિલ્લા SOGએ પાદરાના લુણા ગામમાંથી શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં 2.54 લાખની કિંમતના 104 શંકાસ્પદ ઘીના ડબ્બા પોલીસે જપ્ત કર્યાં છે. અને શંકાસ્પદ જથ્થાની તપાસ માટે FSLમાં મોકલી આપ્યા છે.

પોલીસની તપાસ અને શંકાસ્પદ ઘી

મહિલા શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી બનાવતી હોવાની SOGને માહિતી મળી હતી

વડોદરા જિલ્લા SOGને બાતમી મળી હતી કે, લુણા ગામમાં નયનાબેન જયંતીભાઈ પટેલ નામની મહિલા ડુપ્લીકેટ ઘી બનાવીને વેચે છે. જેને આધારે SOGની ટીમે લુણા ગામમાં રેડ કરી હતી. અને ઘરમાંથી શંકાસ્પદ ઘીના 104 ડબ્બા સહિત ભેળસેળમાં વપરાતું પ્રવાહી ઝડપી પાડ્યું હતું.

શંકાસ્પદ ડુપ્લીકેટ ઘી કેટલા સમયથી વેચાતું હતું તેની તપાસ શરૂ

કાસ્પદ ડુપ્લીકેટ ઘી કેટલા સમયથી વેચાતું હતું તેની પોલીસે તપાસ હાથ ધરી છે. અને 104 ડબ્બા સહિતનો 2,54,461નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે અને મહિલા નયનાબેન જયંતીભાઈ પટેલની અટકાયત કરી છે.