માંડવી : ઉનડોઠમાં જુગાર રમતા સસ્પેન્ડેડ PSI દરોડા ટાણે નાસી છુટ્યા

0
8

ભુજઃ માંડવી તાલુકાના મોટી ઉનડોઠ ગામના સીમમાં ગઢશીશા પોલીસ ધાણીપાસાની જુગાર પર દરોડા પાડ્યો ત્યારે 15 ખેલીઓમાં જુગાર રમી રહ્યા હતા. જેમા જુગાર રમતા માંડવીના આઇબીના સસ્પેન્ડેડ પીએસઆઇ સુનિલભાઇ દલસુખ વૈશ્ણવ પોલીસને જોઇ નાશી છુટ્યા હતા. પોલીસે ચાર ખેલીઓને પકડી નાશી છુટેલા 11 શખ્સોને ઝડપી લેવા પોલીસે તપાસ તેજ કરી છે.

ગઢશીશા પોલીસે સોમવારે સાંજે મોટી ઉનડોઠ ગામના સીમામાં ડે દરોડો પાડી જુગાર રમતાં ચાર ખેલીને 13,400ની રોકડ રકમ અને બે મોબાઈલ ફોન, બે વાહનો સહિત 43,200ના મુદ્દામાલ સાથે ઝડપી ચાર જુગારીઓને ઝડપી લીધા હતા. જો કે, દરોડા દરમિયાન જુગાર રમાડતા મોટી ઉનડોઠ ગામના સરપંચ પતિ કરમશી નારાણ ગઢવી, સસ્પેન્ડેડ પીએસઆઈ સુનીલ દલસુખ વૈષ્ણવ સહિત 11 ખેલી પોલીસને થાપ આપી નાસી છૂટ્યાં હતા.

દરોડા દરમિયાન નાશી છુટેલા ખેલીઓ અગ્યાર જણાઓ પૈકી એક પીએસઆઈ છે જેના વિરૂધ અગાઉ માંડવીના નાગલપર વાડીવિસ્તારમાં રહેતાં પટેલ યુવકને નકલી નોટના કૌભાંડ-દેશદ્રોહના ગુનામાં ફીટ કરાવી યુવકને બંદુકથી ભડાકે દેવાની ધમકી આપી 9 લાખ રૂપિયાનો તોડ કરવા સબબની ફરિયાદ ગત નવેમ્બર 2018માં માંડવી પોલીસ મથક નોંધાઇ ચુકી છે. જે કેસમાં પીએસઆઇ સુનિલ દલસુદ વૈશ્ણવને સસ્પેન્ડ કરી દેવાયા છે. હાલ આ પીએસઆઇનું નામ જુગરના દરોડામાં ખુલતાં પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here