Friday, March 29, 2024
Homeસસ્પેન્ડ : આઠ વર્ષ પહેલાની પોસ્ટને કારણે રૉબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સસ્પેન્ડ કરી...
Array

સસ્પેન્ડ : આઠ વર્ષ પહેલાની પોસ્ટને કારણે રૉબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સસ્પેન્ડ કરી દેવાયો

- Advertisement -

ઈંગ્લેન્ડ અને સસેક્સના ફાસ્ટ બોલર ઓલી રૉબિન્સનને આઠ વર્ષ પહેલા વંશવાદ અંગે સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી. આ પોસ્ટને કારણે રૉબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સસ્પેન્ડ કરી દેવાયો છે. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે આ વાતની પુષ્ટી કરી છે. બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે તપાસ પૂર્ણ થશે નહીં ત્યાં સુધી એને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

2012-13ની પોસ્ટના કારણે વિવાદ સર્જાયો
રૉબિન્સનને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની 2 ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમની પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવ્યું હતું. રૉબિન્સનની આ ડેબ્યૂ મેચ હતી. એને જેવો પ્લેઈંગ-11માં સામેલ કરાયો ત્યારથી જ એની 2012-13માં અપલોડ કરવામાં આવેલી પોસ્ટ વાઈરલ થઈ ગઈ હતી. ત્યારપછી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આને ગંભીર મુદ્દો જણાવીને તપાસ આદરી હતી, અને તેની સાથે રોબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.

રૉબિન્સને માફી માગી
27 વર્ષીય રૉબિન્સને પણ આ ટિપ્પણીની પુષ્ટી કરી હતી અને જણાવ્યું હતું કે તેણે તરુણાવસ્થામાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારની વંશીય ટિપ્પણી કરી હતી અને આ અંગે હું માફી પણ માગુ છું. એણે દુઃખ પ્રગટ કર્યું હતું કે ડેબ્યૂ મેચ પછી 8 વર્ષ જૂની પોસ્ટ વાઈરલ થઈ અને આ પ્રમાણેની સમગ્ર ઘટના પરિણમી. રૉબિન્સને કહ્યું હતું કે હું એ સમયે સમજણો નહોત અને ઉંમરમાં પણ નાનો હોવાથી આ પ્રકારની ટિપ્પણી કરી હતી. જોકે, ત્યારપછી મેં માફી માગી લીધી હતી. હવે હું સમજણો થઈ ગયો છું અને મને ખબર છે કે મારે આગળ શું કરવું છે.

રવિવારના રોજ ઓપનિંગ બેટ્સમેન ડોમ સિબલી અને કેપ્ટન જૉ રૂટની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપના પરિણામે ઈંગ્લેન્ડે પાંચમાં દિવસે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની પ્રથમ ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યા હતા.
રવિવારના રોજ ઓપનિંગ બેટ્સમેન ડોમ સિબલી અને કેપ્ટન જૉ રૂટની મહત્ત્વપૂર્ણ પાર્ટનરશિપના પરિણામે ઈંગ્લેન્ડે પાંચમાં દિવસે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધની પ્રથમ ટેસ્ટ ડ્રો કરવામાં સફળ રહ્યા હતા.

રૉબિન્સને ડેબ્યૂ ટેસ્ટમાં 7 વિકેટ ઝડપી

  • લોર્ડ્સમાં ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ યોજાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં રૉબિન્સને પોતાની ફાસ્ટ બોલિંગથી કીવીના બેટ્સમેનની કમર તોડી હતી. રૉબિન્સને 7 વિકેટ ઝડપીને આ મેચમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.
  • પ્રથમ ઈનિંગમાં રૉબિન્સને 28 ઓવરમાં 75 રન બનાવીને 2.67ના ઇકોનોમી રેટથી 4 વિકેટ ઝડપી હતી.
  • બીજી ઈનિંગમાં રૉબિન્સને 14 ઓવરમાં 26 રન બનાવીને 1.85ના ઇકોનોમી રેટથી 3 વિકેટ ઝડપી હતી.
  • આની સાથે પ્રથમ ઈનિંગમાં એણે બેટિંગ દરમિયાન 42 રન પણ બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડ vs ન્યૂઝીલેન્ડ, પ્રથમ ટેસ્ટમેચ ડ્રો
લોર્ડ્સના મેદાનમાં ENG vs NZની ટીમ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રવિવારે ઈંગ્લેન્ડના ઓપનિંગ બેટ્સમેન ડોમ સિબલી અને કેપ્ટન જૉ રૂટ વચ્ચે નોંધાયેલી પાર્ટનરશિપને પરિણામે પાંચમાં દિવસે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. ન્યૂઝીલેન્ડે જીતવા માટે 273 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે મેચ અંતિમ દિવસે 3 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા. પ્રથમ ઈનિંગમાં સદી નોંધાવનાર ઓપનિંગ બેટ્સમેન રોરી બર્ન્સ અને જેક ક્રાઉલી ગણતરીના સમયમાં પેવેલિયન ભેગો થયો હતો.

ઓપનર સિબલીએ કેપ્ટન જૉ રૂટ સાથે મળીને 80 રનની પાર્ટનરશિપ નોંધાવી હતી. સિબલીએ 60 અને 40 રન બનાવ્યા હતા. આની પહેલા ન્યૂઝીલેન્ડે પ્રથમ પારીમાં 10 વિકેટના નુકસાને 378 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઈંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 275 રનનો સ્કોર નોંધ્યો હતો. ન્યૂઝીલેન્ડે બીજી ઈનિંગમાં 6 વિકેટના નુકસાન પર 169 રન બનાવીને ઈનિંગનો દાવ ડિક્લેર કર્યો. જેના જવાબમાં ઈંગ્લેન્ડે 273 રનના ટાર્ગેટને ચેઝ કરતા સમયે 3 વિકેટના નુકસાન પર 170 રન બનાવ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular