મુકેશ અંબાણીના મુંબઈ આવાસની બહાર શંકાસ્પદ ગાડી, મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી

0
6

દેશની સૌથી ધનવાન વ્યક્તિ મુકેશ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયા’ની બહાર ગત દિવસે એક શંકાસ્પદ ગાડી મળવાથી હોબાળો થઈ ગયો હતો. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી, સાથે જ અમુક અન્ય દસ્તાવેજ પણ મળ્યા હતા, ત્યાર પછી મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે આ મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધી છે, સાથે જ અત્યારસુધી આ મામલામાં કેસ પણ નોંધી લેવાયો છે. સીસીટીવીથી પુરાવા શોધવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ કારમાંથી એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં લખ્યું છે-‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here