Monday, October 25, 2021
Homeધસમસતા તૌકતે વાવઝોડા વચ્ચે પણ તટીય વિસ્તાર સુત્રાપાડા તાલુકાનાં તંત્રની કાબિલે દાદ...
Array

ધસમસતા તૌકતે વાવઝોડા વચ્ચે પણ તટીય વિસ્તાર સુત્રાપાડા તાલુકાનાં તંત્રની કાબિલે દાદ કામગીરી.

તૌકતે વાવઝોડુ સતર તારીખની રાત્રીના ગીરસોમનાથ જીલ્લાનાં ઉના વિસ્તારમાં લેન્ડફોલ થયા બાદ તેમની માઠી અસર દરિયાકાઠે આવેલ સુત્રાપાડા તાલુકાનાં સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં પણ થયેલ, રાત્રીનો સમય શરુ થતા મધ્યરાત્રી સુધીમાં સમગ્ર સુત્રાપાડા તાલુકાના વિસ્તરામાં ૧૦૦ ની ગતિથી તેજ પવન ફુંકાયો હતો, સમગ્ર સુત્રાપાડા તાલુકાનાં દરિયાકાઠે સુત્રાપાડા, હીરાકોટ, વડોદરા(ઝાલા) બારા, પ્રશ્નાવાડા(બારા), ધામળેજ બંદર, આમ ટોટલ પાંચ જગ્યાએ માછીમાર સમુદાયના રહેઠાણો બિલકુલ સમુદ્ર કિનારે આવેલા હોય તેવામાં સૌથી વધુ અસર થવાની સંભાવના રહેલી હતી તેથી લોકોને સ્થળાંતરની કામગીરી પણ પડકારજનક હતી, સમગ્ર સુત્રાપાડા તાલુકાને તૌકતે વાવઝોડા સામે રક્ષણ માટે ખુબ મોટો પડકાર સામે હોય તેવી પરિસ્થિતિમાં સરકારી જુદા-જુદા વિભાગોને સોપવામાં આવેલ કામગીરી નિપૂર્ણતા પૂર્વક નિભાવવામાં આવેલ.

સુત્રાપાડા તાલુકાનાં મામલતદારશ્રી રાજુભાઈ હુણ માર્ગદર્શન નીચે નાયબ મામલતદાર ડાભી સાહેબ નાયબ મામલતદાર શક્તિસિહ ત્થા જાડેજાસાહેબ તેમજ મામલતદાર કચેરીના તમામ સ્ટાફ ત્થા તાલુકા વિકાસ અધિકારીશ્રી પરમાર સાહેબ અને તાલુકા પંચાયત કચેરીના સમગ્ર સ્ટાફ દ્વારા કઠીન સમયમાં સતત ખડેપગે રહી પડકારરૂપ આ તટીય વિસ્તારમાં તૌકતે વાવઝોડાની અસરથી જાનમાલની સુરક્ષા અને સલામતી માટે કામગીરી કરવામાં આવેલ, સુત્રાપાડા તાલુકાનાં સરકારી તંત્રની પૂર્વ તૈયારી અને કામગીરીના લીધે સમગ્ર સુત્રાપાડા વિસ્તામાં વાવાઝોડાની અસરથી કોઈ અકસ્માતની ઘટના થઇ ન હતી.

સુત્રાપાડા તાલુકા પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેકટર હેરમાસાહેબ અને તેમના સમગ્ર સ્ટાફ રાત્રી દરમિયાન ૧૦૦ ની ગતિથી તેજ પવન ફુંકાતા કઠીન અને જોખમી પરિસ્થિતિમાં પણ સતત સઘન પેટ્રોલીગ કર્યું હતું, અને તેજ પવનના કારણે જાહેર માર્ગ ઉપર ધરાસય થયેલા વુક્ષોને જાતમહેનતે હટાવી માર્ગ ઉપર પસાર થતી અબ્યુલ્સ અને વાહનોને થતી અડસણોને દુર કરી માર્ગ ખુલ્લો રહે તે માટે સતતકામગીરી કરી સેવા પ્રદાન કરેલ હતી, તેમજ સુત્રાપાડા PGVCL નાં કાર્યપાલક ડી.ડીડોડીયા સાહેબ અને નાયબ ઈજનેરબારડ સાહેબની સમગ્ર ટીમ દ્વારા પણ તેજ પવનમાં પણ વીજળીના તાર કે પોલ પડવાથી કોઈ અકસ્માત સર્જાય અને જાનહાની ન થાય માટે રાત્રી દરમિયાન સઘન દેખરેખ રાખેલ, તેમજ તૌકતે વાવઝોડાની અસર ઓછી પડતા ગણતરીના કલાકોમાં સમગ્ર તાલુકામાં વીજળી પુરવઠો પુન:કાર્યરત કરી દેવામાં આવેલ.

આરોગ્ય વિભાગના સુત્રાપાડા તાલુકા હેલ્થ ઓફિસર ચોહાણસાહેબ અને તેમની સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા આ વિકટ પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ વધુ ન ફેલાય અને કોરોના સામે રક્ષણ માટે તમામ જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ હતી, સ્થળાંતર કરવામાં આવેલ લોકોને આરોગ્ય વિભાગની ગાઈડ લાઈન તમામ વ્યવસ્થાઓ રાખવામાં આવેલ હતી.

તેમજ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સુત્રાપાડા વિસ્તારમાં સોપવામાં આવેલ જુદા-જુદા વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ વિકટ પરિસ્થિતિમાં પણ રાતભર ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક સેવા લોકોની સુરક્ષા અને બચાવકામગીરી માટે સેવા બજાવવામાં આવેલ.

 

રિપોર્ટર : દિપક જોષી, CN24NEWS, ગીર સોમનાથ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments