Thursday, August 11, 2022
HomeSuzuki Gixxer 155નાં નવાં મોડલની તસવીર લીક થઈ, કિંમત 1 લાખ રૂપિયાની...
Array

Suzuki Gixxer 155નાં નવાં મોડલની તસવીર લીક થઈ, કિંમત 1 લાખ રૂપિયાની આસપાસ હોઈ શકે છે

- Advertisement -

સુઝુકી મોટરસાઇકલ ઈન્ડિયા ટૂંક સમયમાં જ પોતાની સૌથી લોકપ્રિય બાઇક Gixxerનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, કંપની આ બાઇક આ વર્ષે જ લોન્ચ કરશે. સોશિયલ મીડિયા પર પણ નવી Gixxerની તસવીર લીક થઈ ગઈ છે.

સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર, Gixxer 155માં એ જ એન્જિન મળશે જે વર્તમાન મોડલમાં છે. એટલે કે એન્જિનમાં કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં નહીં આવે. આ નવી જિક્સરમાં 154.7CC, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ, ફ્યુઅલ ઈન્જેક્શન એન્જિન મળશે જે 13.9 bhpનો મેક્સિમમ પાવર અને 14 Nm ટોર્ક જનરેટ કરશે. આ એન્જિન 5 સ્પીડ ટ્રાન્સમિશનથી સજ્જ હશે. આ બાઇકના આગળના ભાગમાં ટેલિસ્કોપિક ફોર્ક્સ અને પાછળના ભાગમાં મોનોશોક યૂનિટ મળશે. આ ઉપરાંત, સેફ્ટી માટે તેમાં ડ્યુઅલ ડિસ્ક બ્રેક અને સિંગલ ચેનલ એન્ટિ-બ્રેકિંગ સિસ્ટમ (ABS) સ્ટાન્ડર્ડ મળશે.

આ નવી જિક્સર બાઇક પહેલાં કરતાં વધારે મસ્ક્યુલર ડિઝાઇન આવશે. આ ઉપરાંત, તેની ફ્યુઅલ ટેન્કની ડિઝાઇનમાં પણ થોડો ફેરફાર જોવા મળશે. સૌથી વધારે ફેરફાર તેના હેડલેમ્પમાં હશે. તેમજ આ બાઇકમાં નવી સ્પ્લિટ સીટ્સ, રિવાઇઝ્ડ સાઇડ પેનલ્સ અને નવું એક્ઝોસ્ટ આપવામાં આવશે. આટલું જ નહીં, બાઇકમાં આ વખતે નવું મીટર કન્સોલ પણ ઉમેરવામાં આવશે. આ બાઇકની કિંમત 1 લાખ રૂપિયાની આસપાસ રાખવામાં આવે એવી શક્યતા છે. નવી જિક્સરની ટક્કર Bajaj Pulsar 160NS, Yamaha FZ V3.0, Honda CB Hornet 160R અને TVS Apache RTR 160 4V વગેરે બાઇક્સ સાથે થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular