સુઝુકી Gixxer બાઇક્સની કિંમત ₹2,070 સુધી વધી, હવે ગ્રાહકે ખરીદવા 1.13 લાખ રૂપિયા ચૂકવવા પડશે

0
4

દિલ્હી. સુઝુકી Gixxer અને Gixxer SF બાઇક્સ મોંઘી થઈ ગઈ છે. કંપનીએ આ બાઇક્સની કિંમત 2,070 રૂપિયા સુધી વધારી દીધી છે. કિંમતમાં વધારો થયા બાદ BS6 Gixxerની કિંમત હવે 1,13,941 રૂપિયા અને BS6 Gixxer SFની કિંમત 1,23,940 રૂપિયા થઈ ગઈ છે. તેમજ, Gixxer SF MotoGP વેરિઅન્ટની કિંમત 1,24,970 રૂપિયા થઈ ગઈ છે. સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાએ માર્ચમાં આ બાઇક્સનું BS6 મોડેલ લોન્ચ કર્યું હતું ત્યારે Gixxerની કિંમત 1,11,871 રૂપિયા અને Gixxer SFની કિંમત 1,21,871 રૂપિયા હતી. તેમજ, Gixxer SF મટોજીપી એડિશનની કિંમત 1,22,900 રૂપિયા હતી.

એન્જિન ડિટેલ્સ

સુઝુકીની આ બંને બાઇકમાં 155cc સિંગલ સિલિન્ડર એરકૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 8,000 rpm પર 13.4 bhp પાવર અને 6,000 rpm પર 13.8 Nm ટોર્ક જનરેટ કરે છે. BS4 કરતાં BS6 વર્ઝનમાં એન્જિનનો આઉટપુટ થોડું ઓછું છે. BS4 વર્ઝનમાં આ એન્જિન 14 bhp પાવર અને 14 Nm ટોર્ક જનરેટ કરતું હતું. એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.

160cc સેગમેન્ટની અન્ય બાઇક્સ કરતાં વધારે મોંઘી

કિંમતમાં વધારો કર્યા બાદ Gixxer અને Gixxer SF બાઇક્સ 160cc સેગમેન્ટ અન્ય કોમ્પિટિટર બાઇક્સ કરતાં વધારે મોંઘી થઈ ગઈ છે. આ સેગમેન્ટમાં બજાજ પલ્સર NS160, TVS અપાચે RTR 160 4V, નવી હીરો Xtreme 160R અને BS6 હોન્ડા X-Blade જેવી બાઇક્સ સામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here