ન્યૂ લોન્ચ : સુઝુકીએ તેની સૌથી નાની બાઇક GSX-R125 લોન્ચ કરી, કિંમત 2.77 લાખ રૂપિયા

0
31

દિલ્હી. સુઝુકીએ એક નવી બાઇક GSX-R125 લોન્ચ કરી છે. કંપનીએ અત્યારે આ બાઇક જાપાનના માર્કેટમાં ઉતારી છે. આ બાઇકની કિંમત ઇન્ડિયન પ્રાઇસ પ્રમાણે 2.77 લાખ રૂપિયા છે. Suzuki GSX-R125 કંપનીના પોર્ટફોલિયો માં સૌથી નાની ફુલ ફેર્ડ બાઇક છે.

અગ્રેસિવ સ્ટાઇલિંગ

સુઝુકી GSX-R125 બાઇકની સ્ટાઇલિંગ એકદમ અલગ છે. તેની સ્ટાઇલિંગ ઇન્ટરનેશનલ માર્કેટમાં અવેલેબલ તેનાથી મોટી બાઇક GSX-R150માંથી લેવામાં આવી છે. આ નાની ફુલ ફેર્ડ બાઇકમાં સ્લિક ફુલ LED હેડલેમ્પ, મસ્ક્યુલર ફ્યુલ ટેંક અને સ્પ્લિટ સીટ્સ સાથે અપસ્વેપ્ટ ટેલ સેક્શન આપવામાં આવ્યું છે.

એન્જિન ડિટેલ્સ

સુઝુકીની આ નવી બાઇકમાં 124.4 cc, સિંગ સિલિન્ડર ફ્યુલ ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 10,000 rpm પર 14.8 bhp પાવર અને 8,000 rpm પર 11.5 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. ખાસ વાત એ છે કે આ બાઇકનું વજન ફક્ત 134 કિલો છે.

ફીચર્સ

સુઝુકી GSX-R125માં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર આપવામાં આવ્યું છે, જે સ્પીડ, ઓડોમીટર, ટેકોમીટર, ફ્યુલ ગેજ, ક્લોક અને ગિયર પોઝિશન ઇન્ડિકેટર ડિસ્પ્લે કરે છે. બાઇકમાં કી-લેસ ઇગ્નિશન, ડ્યુઅલ ચેનલ ABS અને એલોય વ્હીલ્સ જેવાં ફીચર્સ પણ આપવામાં આવ્યાં છે.

ભારતમાં લોન્ચ થવાની શક્યતા

જાપામાં સુઝુકી ભારતમાં મળતી Gixxer 250, Gixxer SF250 અને Gixxer 150 બાઇક્સ વેચે છે. જો નવી બાઇક GSX-R125ની કિંમત થોડી ઓછી કરવામાં આવે તો આ બાઇકને ચોક્કસપે ઇન્ડિયામાં પણ સારો રિસ્પોન્સ મળે એવી શક્યતા છે. જો કે, અત્યારે સુઝુકી GSX-R125 બાઇક ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ નથી થવાની. પરંતુ જો તે ઇન્ડિયામાં આવી તો માર્કેટમાં KTM RC 125 બાઇકને ટક્કર આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here