ભાવવધારો : સુઝુકીની Intruder બાઇકની કિંમતમાં 2,141 રૂપિયાનો વધારો કરાયો, નવી કિંમત 1.22 લાખ રૂપિયા

0
0

દિલ્હી. સુઝુકી મોટરસાઇકલ ઇન્ડિયાની ક્રૂઝર બાઇક Suzuki Intruder મોંઘી થઈ ગઈ છે. કંપનીએ આ બાઇકની કિંમત 2,141 રૂપિયા વધારી દીધી છે. કિંમતમાં વધારો થયા બાદ BS6 Suzuki Intruderની કિંમત હવે 1.22 લાખ રૂપિયા થઈ ગઈ છે. BS6 Intruderને આ વર્ષે માર્ચ મહિનામાં 1.20 લાખ રૂપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. Intruder બાઇકની કિંમત વધવાની સાથે જ હવે ઇન્ડિયન માર્કેટમાં ચલાત સુઝુકીના તમામ BS6 ટૂ-વ્હીલર્સની કિંમત વધી ગઈ છે. તાજેતરમાં જ કંપનીએ જિક્સર રેન્જની બાઇક્સની કિંમતમાં પણ વધારો કર્યો છે.

એન્જિન ડિટેલ્સ
સુઝુકી Intruderમાં BS6 કમ્પ્લાયન્ટ 154.9 cc, 4 સ્ટ્રોલ સિંગલ સિલિન્ડર એનેજિન આપવામાં આવ્યું છે. આ 8,000 rpm પર 13 bhp પાવર અને 6,000 rpm પર 13.8 Nm ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. BS4 મોડેલ કરતાં BS6 એન્જિન 0.4 bhp ઓછો પાવર અને 0.2 Nm ટોર્ક જનરેટ કરે છે. આ ક્રૂઝર બાઇકમાં કંપનીનું SEP (સુઝુકી ઇકો પર્ફોર્મન્સ) ફીચર છે. સુઝુકીનો દાવો છે કે, તેના કારણે BS6 Intruder માં સારી એવરેજ અને સ્મૂધ પર્ફોર્મન્સ મળશે.

લુક અને ડિઝાઇનમાં ફેરફાર નહીં
Intruderના લુક અને ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. તેમાં પહોળું હેન્ડલબાર, સ્પ્લિટ સીટ્સ, ડ્યુઅલ મફલર એક્ઝોસ્ટ અને હેડલેમ્પનાટોપ પર પેનલ છે. સુઝુકી Intruder ત્રણ કલર ઓપ્શનમાં આવે છે, જેમાં મેટાલિક મેટ બ્લેક/કેન્ડી સનોમા રેડ, ગ્લાસ સ્પાર્કલ બ્લેક/મેટાલિક મેટ ટાઇટેનિયમ સિલ્વર કલર સામેલ છે.

એવેન્જર સ્ટ્રીટ 160 કરતાં મોંઘી
સુઝુકીની આ ક્રૂઝર બાઇકની માર્કેટમાં ટક્કર બજાજ એવેન્જર સ્ટ્રીટ 160 સાથે છે. જો કે, કિંમત મુદ્દે Intruder મોંઘી છે. એવેજન્ર સ્ટ્રીટ 160ની કિંમત 95,891 રૂપિયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here