Suzukiની આ દમદાર બાઇક હવાથી કરશે વાત, જાણો તેના ફિચર્સ અને કિંમત

0
50

સુઝુકીએ ભારતમાં તેની પોપ્યુલર સ્પોર્ટ્સ બાઇક હાયબુસાનું વર્ષ 2020 એડિશન લોન્ચ કર્યું છે. તેની એક્સ શોરૂમ કિંમત 13.75 લાખ રૂપિયા છે. 2020 સુઝુકી હાયાબુસા બે નવા કલર્સમાં આવી ગઇ છે. જેમાં મેટાલિક થંડર ગ્રે અને કેન્ડી ડેરિંગ રેડમાં ઉપલબ્ધ છે. નવી એડિશન હાઈબુસામાં કોઈ મેકેનિકલ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમજ બાઇકને બીએસ6 એમિશન નિયમ પ્રમાણે અપગ્રેડ કરવામાં આવી નથી. અગાઉ પણ વાઇટ અને ગ્રે કલરમાં હાયબુસા આવતી હતી.

ઉલ્લેખનિય છે કે કંપની હજી સુઝુકી હાયાબુસાને બીએસ-4 એન્જિન સાથે લાવી રહી છે અને તેના મર્યાદિત યૂનિટ્સ જ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ દુનિયાની ફાસ્ટેસ્ટ પ્રોડક્શન મોટરસાયકલમાની એક છે. 2020 Suzuki Hayabusaની ટોપ સ્પિડ 303 થી 312 કિમી પ્રતિ કલાકની છે.

આ બાઇકમાં એન્જિન 1340 સીસીનું છે. જે 955 આરપીએમ પર 197 બીએચપી પાવર અને 155 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. આ બાઇકનાં પાર્ટ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ નવા બ્રેક કેલિપર્સ લગાવવામાં આવ્યા છે. જોકે હવે બાઇક લવર્સને આ બાઇક કેટલુ પસંદ આવે છે તે તો સમય જ બતાવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here