અપીલ : સ્વરાજ કૌશલે બિગ બીને કહ્યું, તમે આ બધામાં મોટા છો, બોલિવૂડ હવે ગાલીવૂડ થઈ ગયું છે, પ્લીઝ કંઈક કરો

0
9

મુંબઈ. ઓછું કામ, પૈસાની તંગી, આત્મહત્યા, આરોપ-પ્રત્યારોપ, નેપોટિઝ્મ, ગુંડાગર્દી તથા કાસ્ટિંગ કાઉચ…. બોલિવૂડમાં લૉકડાઉન બાદથી જ ઉથલ-પાથલ મચી છે. આ બધી બાબતોથી ઘણાં લોકોને નવાઈ લાગી છે. આ પરિસ્થિતિ જોઈને મિઝોરમના પૂર્વ ગવર્નર તથા સ્વર્ગીય સુષ્મા સ્વરાજના પતિ સ્વરાજ કૌશલે બોલિવૂડને ગાલીવૂડ કહ્યું હતું. આટલું જ નહીં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હાલની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં તેમણે અમિતાભ બચ્ચનને સીનિયર એક્ટર હોવાને નાતે દરમિયાનગીરી કરવાની માગણી કરી હતી. સ્વરાજ કૌશલે પોતાની વાત ટ્વિટર પર કહી હતી.

શું કહ્યું સ્વરાજે?

સ્વરાજે પોતાની ટ્વીટમાં કહ્યું હતું, ‘બોલિવૂડ ગાલીવૂડ બની ગયું છે. આપણે ક્યાં જઈ રહ્યાં છીએ?’ બીજી ટ્વીટમાં તેમણે કહ્યું હતું, ‘અમિતાભજી, તમે તો આ બધામાં મોટા છો. મહેરબાની કરીને આ પરિસ્થિતિને સુધારવા માટે કંઈક કરો. હું શું કહું? રોજ મારી આગળ આ તમાશાઓ થાય છે…પ્લીઝ…’

મોટાભાગે બિગ બી પ્રતિક્રિયા આપતા નથી

સ્વરાજ કૌશલની અપીલ બાદ અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે. સામાન્ય રીતે બિગ બી બોલિવૂડના એક પણ વિવાદ પર પ્રતિક્રિયા આપતા નથી. જોકે, સુશાંતના અવસાન પર તેમણે પોતાના બ્લોગ પર હતાશ લોકો આત્મહત્યા જેવું પગલું કેમ ઉઠાવે તેને લઈ સવાલ કર્યો હતો.

કરન જોહર સોશિયલ મીડિયાથી દૂર થયો
નેપોટિઝ્મના નામ પર ચારેબાજુથી ઘેરાયેલા કરન જોહરે છેલ્લાં 11 દિવસમાં સોશિયલ મીડિયા પર એક પણ પોસ્ટ શૅર કરી નથી. સુશાંતના નિધન બાદથી કરન જોહરના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ફોલોઅરની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો હતો. કરને પોતાનો નંબર પણ બદલી લીધો છે. કરને ટ્વિટર પર માત્ર આઠ લોકોને જ ફોલો કરવાનું શરૂ કર્યું છે. કરને છેલ્લી પોસ્ટ સુશાંત સિંહના નિધન પર તેને શ્રદ્ધાંજલિ આપતી કરી હતી.

બોલિવૂડમાં અત્યાર સુધીનો ઘટનાક્રમ

  • સ્ટાર્સની આત્મહત્યા
    પ્રેક્ષા મહેતા, મનપ્રીત ગ્રેવાલ, સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી. પ્રેક્ષા કામ ના મળવાને કારણે ડિપ્રેશનમાં હતી તો મનપ્રીતે આર્થિક તંગીને કારણે આત્મહત્યા કરી હતી. સુશાંત સિંહના કેસમાં અનેક કારણો સામે આવ્યા છે, જેમાં નેપોટિઝ્મ, ફિલ્મ ના મળવી, પ્રેમસંબંધમાં નિષ્ફળતા તથા એકલતા સામેલ છે.
  • આરોપ-પ્રત્યારોપ
    સોનુ નિગમે વીડિયોમાં મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં માફિયારાજ તથા કાસ્ટિંગ કાઉચ હોવાની વાત કરી હતી. તેણે ભૂષણ કુમાર પર આક્ષેપો કર્યાં હતાં. તો ભૂષણ કુમારની પત્ની દિવ્યાએ પણ સોનુ નિગમને આડેહાથ લીધો હતો અને વીડિયો શૅર કર્યો હતો. સોનુએ પણ આ વીડિયો શૅર કરીને કહ્યું હતું કે ઈન્સ્ટાગ્રામમાં કમેન્ટ સેક્શન તથા ડાયરેક્ટ મેસેજનું ઓપ્શન કેમ બંધ છે.
  • સ્ટાર કિડ્સ તથા નેપોટિઝ્મ
    સોનમ કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, અર્જુન કપૂર, કરીના કપૂર, અનન્યા પાંડે જેવા સેલેબ્સ પર ચારે હાથ રાખનાર કરન જોહર નિશાના પર છે. સોશિયલ મીડિયામાં કરનને ટ્રોલ કરવામાં આવે છે. તો બીજુ બાજુ આ સ્ટાર્સના ફોલોઅર્સની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સલમાન ખાન પર પણ બોલિવૂડમાં પરિવારવાદને પ્રોત્સાહન આપવાનો તથા ટેલેન્ટેડ લોકોને આગળ ના આવવા દેવાનો આક્ષેપ મૂકવામાં આવ્યો છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here