Home દિલ્હી શપથગ્રહણ LIVE : કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા,...

શપથગ્રહણ LIVE : કેજરીવાલે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા, કહ્યું-ભારત માતા કી જય

0
8

નવી દિલ્હીઃ અરવિંદ કેજરીવાલ રવિવારે ત્રીજી વખત દિલ્હીના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમની સાથે જ મનીષ સિસોદીયા અને સત્યેન્દ્ર જૈને પણ શપથ લીધા છે..સમારોહ પહેલા જ AAP કાર્યકર્તાઓએ રામલીલા મેદાનમાં ધન્યવાદ દિલ્હીના બેનર લગાવ્યા હતા. શપથગ્રહણમાં દિલ્હીના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.જો કે, પાર્ટીએ વડાપ્રધાન મોદીને બાદ કરતા અન્ય કોઈ નેતાને આમંત્રણ આપ્યું નથી. AAPએ અલગ અલગ વિસ્તારમાં કામ કરનારા 50 લોકોને શપથગ્રહણ દરમિયાન કેજરીવાલ સાથે મંચ પર ભાગીદાર થવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લોકોને ‘દિલ્હીના નિર્માતા’ કહેવામાં આવ્યા છે. મનીષ સિસોદીયાએ કહ્યું કે, દિલ્હીના આ નિર્માતાઓએ છેલ્લા પાંચ વર્ષોમાં વિકાસમાં મહત્વની ભૂમિકા અદા કરી છે.

કોણે કોણે આમંત્રણ આપવામાં આવ્યું?
જે મહત્વના લોકોને કાર્યક્રમ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, એમાં ટેનિસ ખેલાડી સુમિત નાગલ, દિલ્હીની સરકારી શાળામાં ભણીને IIT પરીક્ષા પાસ કરનારા વિજય કુમાર, શેરી ક્લિનિક ડોક્ટર અલ્કા, બાઈક એમબ્યુલન્સ સેવા આપનારા યુદ્ધિષ્ઠિર રાઠી, નાઈટ શેલ્ટરમાં કેરટકર શબીના નાજ, બસ માર્શલ અરુણ કુમાર, સિગ્નેચર બ્રિઝના આર્કિટેક્ટ રતન જમશેદ બાટલીબોઈ અને મેટ્રો પાઈટલ નિધિ ગુપ્તા સામેલ છે.

કેજરીવાલે શનિવારે મોડી સાંજે શપથગ્રહણ સમારોહ પહેલા જ મંત્રી પદ હાંસિલ કરનારાઓ સાથે ડિનર મિટિંગમાં ભાગ લીધો હતો. ગત સરકારમાં મંત્રી મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ આ બેઠકમાં સામેલ હતા.

Live Scores Powered by Cn24news