Thursday, October 28, 2021
Homeમાથામાં પરસેવો થવાથી વાળને થશે અધધ નુકસાન, રાખો આ વાતનું ખાસ ધ્યાન
Array

માથામાં પરસેવો થવાથી વાળને થશે અધધ નુકસાન, રાખો આ વાતનું ખાસ ધ્યાન

ગરમીમાં તમારે વાળનું ખાસ ધ્યાન રાખવું પડે છે આ ઋતુમાં પણ તમને ખોડાની સમસ્યા થવા લાગે છે. ગરમીમાં પરસેવો થવો એક સામાન્ય સમસ્યા છે વાળમાં પરસેવો આવવાથી ખંજવાળ જેવી સમસ્યા થવા લાગે છે. જેને લઇને વાળની ચમક ઓછી થઇ જાય છે. એવામાં તમારા વાળ પણ ખરાબ થવા લાગે છે.

તેથી નિષ્ણાંતોનું કહેવું છે કે સારા શેમ્પુથી નિયમિત રીતે વાળ ધોવા જોઇએ. સાથે તડકામાં બહાર નીકળતા સમયે સ્કાર્ફ કે દુપટ્ટાથી વાળને ઢાંકી રાખો. તેમજ મસાજ કરીને સ્કેલ્પને સ્વસ્થ રાખી શકાય છે. તો આવો જોઇએ કેવી રીતે સ્કેલ્પનું કેવી રીતે ધ્યાન રાખવું જોઇએ.

– વાળને નિયમિત રીતે સારા શેમ્પુથી સફાઇ કરો. ગરમીમાં એવા શેમ્પુનો ઉપયોગ કરો જે વધારે પડતા તેલ, પરસેવો તેમજ ગંદકીને નીકાળી દે.

– માથામાં ભેજ કે સોફ્ટનેસને યથાવત રાખવા માટે તમે રિફ્રેશિંગ સ્કેલ્પ માસ્કનો ઉપયોગ કરી શકો છો.

– માથમાં ડ્રાયનેસ અને ખંજવાળથી બચવાથી તેને હંમેશા સાફ રાખવા જોઇએ.

– તડકામાં બહાર નીકળતા દરમિયાન સ્કાર્ફ કે હેટથી માથુ ઢાંકીને રાખવું જોઇએ જેથી તડકાની અસર તમારા વાળ પર ન થાય.

– ત્વચા અને માથામાં ભેજ રાખવા માટે વધારેમાં વધારે તરલ પદાર્થનું સેવન કરવું જોઇએ.

– દર 15 દિવસ પર માથાની યોગ્ય રીતે સ્વચ્છતા કરો. જેથી માથાથી સંબંધિત સમસ્યાઓ દૂર રહેશે.

– માથામાં હેર ઓઇલથી મસાજ કરો અને તે બાદ તમે શેમ્પુથી વાળ ઘોઇ શકો છો.

– વાળ ક્યારેય ગરમ પાણીથી ન ધોવા જોઇએ. હંમેશા વાળ ધોવા માટે નવશેકા પાણીનો ઉપયોગ કરવો જોઇએ.

– તે સિવાય તમે વાળમાં સારા કન્ડિશનરનો ઉપયોગ કરી શકો છો.

– માથામાં હેર ઓઇલ કરો તો તેને ઓછામાં ઓછા 10 મિનિટ સુધી મસાજ જરૂરથી કરવું જોઇએ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments