દિયોદર : લાયન્સ કલબ દ્વારા સફાઈ કામદારોને કીટ આપી સન્માન કરાયું.

0
0

સમગ્ર ગુજરાતમાં કોરોના હાહાકાર મચાવ્યો છે ત્યારે પોલીસ તંત્ર, આરોગ્યતંત્ર ,સફાઈ કામદાર ,પત્રકાર મિત્રો, સમાજ સેવકો આ દરેક ને કોરોના વોરિયર્સ તરીકે માનવામાં આવી રહ્યા છે. આજે પોતાના જીવ ની પરવા કર્યા વગર કોરોના વોરિયર્સ ખડે પગે કામ કરી રહ્યા છે. ત્યારે વાત કરીએ સફાઈ કામદારોની કે જેવો કોરાની મહામારી વચ્ચે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ મહેનત કરી વિસ્તારોને સ્વસ્થ કરી રહ્યા હોય છે કે કોઈ રોગચાળો ફાટી નીકળે એ માટે સફાઈ કામ કરતા હોય છે અને ગામને સ્વસ્થ કરી રહ્યા છે.

ત્યારે સફાઈ કામદારો દ્વારા દિયોદર ને સ્વચ્છ રાખવાનું કામ કરવામાં આવી રહ્યું છે. દિયોદર લાયન્સ કલબ દ્વારા દિયોદર ના સફાઇ કામદારોને કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દિયોદર લાયન્સ કલબના પ્રમુખ પ્રદીપ ભાઈ શાહ, જામાભાઈ પટેલ , દિયોદર પી.એસ.આઈ. રાણા સાહેબ હાજર રહી સફાઈ કામદારોની કિટ આપી સન્માનિત કર્યા હતા. સફાઈ કામદારો માં હર્ષ ની લાગણી જોવા મળી હતી…

 

અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here