Friday, September 17, 2021
Homeસ્વીટી પટેલ હત્યા કેસ : અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પીઆઇ અજય દેસાઇને...
Array

સ્વીટી પટેલ હત્યા કેસ : અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ પીઆઇ અજય દેસાઇને લઇને તેના ઘરે પહોંચી

સ્વીટી પટેલની હત્યા કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ પીઆઇ અજય દેસાઇને લઇને કરજણ સ્થિત ઘરે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી છે. જ્યાં પીઆઇને સાથે રાખીને સ્વીટી પટેલની હત્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. પોલીસે પીઆઇને કારમાં બેસાડીને લાશને કેવી રીતે લઇ ગયો તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત મકાનના બાથરૂમમાં લોહીના ડાઘા અંગે પણ તપાસ કરી હતી.

કોઇ એક વ્યક્તિ લાશને કેવી રીતે સળગાવી શકે તેની તપાસ કરાઇ રહી છે

આ પહેલા પોલીસે પીઆઇ અજય દેસાઇ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજાને સોમવારે સાંજે કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડની માગ કરતાં અદાલતે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. પીઆઇએ એક મહિના પહેલાં જ તેની બહેન અન્ય વ્યક્તિના શારીરિક સંબંધથી સગર્ભા બનતાં તેનો નિકાલ કરવાની કિરીટસિંહને વાત કરી હોઇ હત્યા પૂર્વયોજિત કાવતરું હોવાની પોલીસ શંકા સેવી રહી છે. કોઇ એક વ્યક્તિ લાશને કેવી રીતે સળગાવી શકે તથા ફ્યુઅલની વ્યવસ્થા કરી શકે તે સવાલની તપાસ કરાઇ રહી છે.

લાકડાના 5 ઢગલાંની વ્યવસ્થા એક જ દિવસમાં કેવી રીતે કરી?

અટાલીના અવાવરુ હોટલની પાછળના ભાગે લાકડાના 5 ઢગલાંની વ્યવસ્થા એક જ દિવસમાં કેવી રીતે કરી શકાઇ અને એક લાશ સળગાવવા અંદાજે 7 મણ લાકડા જોઇએ તો આ લાશ સળગાવવા કરાઠીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સવાલ પોલીસ માટે મહત્વનો બન્યો છે. કિરીટસિંહ જાડેજા હત્યા વિશે હજી પણ મહત્વની જાણકારી ધરાવે છે કે, કેમ તે સહિતના સવાલ તપાસના મુદ્દા બન્યા છે.

અજય દેસાઇએ અગાઉથી જ પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું

બીજી તરફ બનાવના એક મહિના પહેલાં અજય દેસાઇ કિરીટસિંહને મળ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં રહેતી તેમની બહેનને સમાજના પરિણીત વ્યક્તિ સાથે શારીરિક સંબંધથી 3-4 મહિનાનો ગર્ભ રહી ગયો છે, જેથી પરિવારના લોકો બહેનનો નિકાલ કરવા માગતા હોવાથી ભવિષ્યમાં જરૂર પડે તો મદદ કરવા જણાવ્યું હોવાનું કિરીટસિંહે પોલીસને જણાવતાં હત્યા માટે અજય દેસાઇએ અગાઉથી જ પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે. લાશ સળગાવવા ડીઝલ ઉપરાંત એવરેજ વધારવા વપરાતું ડબ્લ્યુ ફ્યુઅલ વાપર્યું હોવાનો ઘટસ્ફોટ થતાં અન્ય કોઈ કેમિકલ વાપર્યું હોવાની ક્રાઇમ બ્રાન્ચને શંકા છે.

અજય દેસાઇએ અગાઉથી જ પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે
અજય દેસાઇએ અગાઉથી જ પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે

સ્વિટી બીજીવાર સગર્ભા હતી કે કેમ તેની તપાસ શરૂ કરાઈ

સ્વિટી પટેલ બીજીવાર સગર્ભા હતી કે કેમ તથા તે મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો કે કેમ તેની તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે પીઆઇ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને સોમવારે સાંજે 6 વાગે કરજણ અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. અદાલતે લાંબી સુનાવણી બાદ 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સોમવારે સવારથી કોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જિલ્લા પોલીસના 2 પીઆઇ, 3 પીએસઆઇ, 35 પોલીસ જવાન અને 20 જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. એક સમયે કરજણ પોલીસમાં ફરજ બજાવનારા પીઆઇ દેસાઇ અને કરજણના કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહને કોર્ટમાં લવાતા ઉત્તેજના છવાઇ હતી. સમી સાંજે કોર્ટમાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.

PIની બંને પત્નીઓ એક જ સમયમાં ગર્ભવતી બની હતી

અજયની બંને પત્ની એક જ ગાળામાં સગર્ભા હતી. જોકે સ્વિટીએ તે સગર્ભા છે તે વાત 5-6 મહિના છૂપાવી હતી. અજયને ખબર પડી ત્યારે ગર્ભપાત માટે મોડું થઇ ચૂક્યું હતું. બીજી બાજુ અજયે જે મહિલા સાથે લગ્ન કર્યા હતાં તે પણ સગર્ભા હતી. સ્વિટીએ પુત્રને, અન્ય પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હતો. હાલ બંને બાળકની ઉંમર 2 વર્ષની આસપાસ છે. આ બંને બાળકોનાં નામ પણ અજયની રાશી પરથી જ રખાયા છે.

પોલીસે પીઆઇના મકાનના બાથરૂમમાં લોહીના ડાઘા અંગે પણ તપાસ કરી હતી
પોલીસે પીઆઇના મકાનના બાથરૂમમાં લોહીના ડાઘા અંગે પણ તપાસ કરી હતી

કિરીટસિંહે હોટલ પર જાતે જઇ કોઇ ન હોવાની ખાતરી કરી હતી

બનાવના દિવસે અગાઉ કરેલી વાત મુજબ પીઆઇએ કિરીટસિંહને કોલ કરી જણાવ્યું કે, બહેનને મારી નાખી લાશ સાથે પરિવારના સભ્યો કરજણ આવ્યા છે. કિરીટસિંહ દહેજ તરફ ગયો હોવાથી તેણે હોટલ પર કોઇ નથી તેની ખાતરી કરી રોકાયો હતો. પીઆઇ દેસાઇ લાશ લઇ પહોંચતાં તે વૈભવ હોટલ પાસે હાજર રહી ચાલતા ચાલતાં બંધ હોટલવાળી જગ્યાએ જઇ લોકેશન સોશિયલ મીડિયાથી મોકલ્યું હતું.

મકાનના બાથરૂમમાં લોહીના ડાઘા કેવી રીતે આવ્યા, તે પ્રશ્ન

પીઆઇ અજય દેસાઇ પોલીસને એવું જણાવી રહ્યો છે કે તેણે સ્વિટી પટેલનું ગળું દબાવી હત્યા કરી હતી. જોકે પીઆઇના કરજણ સ્થિત મકાનમાં તપાસ કરાતાં બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા. જેથી ખરેખર તે રાત્રે શું બન્યું હતું તે વિશે અજય દેસાઇની ઝીણવટભરી તપાસ કરાશે. તેમજ ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરાશે.

કોઇ એક વ્યક્તિ લાશને કેવી રીતે સળગાવી શકે તથા ફ્યુઅલની વ્યવસ્થા કરી શકે તે સવાલની તપાસ કરાઇ રહી છે
કોઇ એક વ્યક્તિ લાશને કેવી રીતે સળગાવી શકે તથા ફ્યુઅલની વ્યવસ્થા કરી શકે તે સવાલની તપાસ કરાઇ રહી છે
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments