બનાસકાંઠા : પાલનપુર નજીક ફાર્મ હાઉસ પર હંસની જોડીઓએ જમાવ્યું ભારે આકર્ષણ

0
0

કુદરતી સૌંદર્યનો નજારો આમ તો જોવા માટે લોકો તરસતા હોય છે. પરંતુ પાલનપુર નજીક ગઠામણ ગામ પાસે આવેલા એક ફાર્મ હાઉસ પર જોડીઓએ ભારે આકર્ષણ જમાવ્યું છે. ફાર્મ હાઉસના માલિકે જણાવ્યું હતુ કે હંસની આ જોડીને તેઓ કાકોસી લાવ્યા હતા.

 

 

હંસની આ જોડીમાંથી હાલમાં નવ જેટલા હંસા ભેગા થયા છે. તેઓ તેની સમયસર માવજત કરે છે આ હંસની જોડીઓને ખાવા માટે ઘઉં, રાજગરો જેવુ આપવામા આવે છે. આમ ગઠામણ ગામ પાસે ફાર્મ હાઉસ પર રહેતી આ હંસોની જોડીઓ આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

અહેવાલ : ગીરીશ જોષી, CN24NEWS, બનાસકાંઠા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here