કોરોના દુનિયામાં : સ્વિટઝરલેન્ડની ફાઇઝર વેક્સિનને મંજૂરી, ક્રિસમસ બાદ વેક્સિનેશન : ફ્રાન્સમાં 60 હજારથી વધુ મૃત્યુ થયા

0
6

વેક્સિનની બધી ચર્ચાઓની વચ્ચે વિશ્વમાં હજી પણ કોરોનાનો ખતરો યથાવત છે. દરમિયાન, સ્વિટઝરલેન્ડ સરકારે શનિવારે ફાઇઝર-બાયોએનટેક વેક્સિનને મંજૂરી આપી દીધી છે. નાતાલ બાદ દેશમાં વેક્સિનેશન શરૂ થશે. જ્યારે, યુરોપમાં હજી પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. ફ્રાન્સમાં મહામારીના કારણે અત્યાર સુધીમાં 60 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

વિશ્વમાં કોરોનાના 7 કરોડ 66 લાખ 20 હજાર 137 કેસ નોંધાયા છે. 16 લાખ 91 હજાર 772 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે. સારી વાત એ છે કે 5 કરોડ 37 લાખ 47 હજાર 151 લોકો સાજા પણ થયા છે.

કોરોનાથી અસરગ્રસ્ત ટોપ-10 દેશોની પરિસ્થિતિ

દેશ કેસ મૃત્યુ સાજા થયા
અમેરિકા 18,077,768 323,401 10,545,445
ભારત 10,031,659 145,513 9,579,681
બ્રાઝિલ 7,213,155 186,356 6,222,764
રશિયા 2,819,429 50,347 2,254,742
ફ્રાન્સ 2,460,555 60,418 183,571
તુર્કી 2,004,285 17,851 1,779,068
યૂકે 2,004,219 67,075 ઉપલબ્ધ નહીં
ઈટલી 1,938,083 68,447 1,249,470
સ્પેન 1,817,448 48,926 ઉપલબ્ધ નહીં
અર્જેંટીના 1,537,169 41,763 1,362,617

(આંકડા www.worldometers.info/coronavirus મુજબના છે.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here