અમેરિકા અને ઈરાન વચ્ચે તલવારો ખેંચાઈ, રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું, ‘Iran બદલો લેશે’

0
18

તહેરાન: અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાન (Iran) ના ટોપ કમાન્ડર મેજર નજરલ કાસિમ સુલેમાનીના મોત પર રાષ્ટ્રપતિ હસન રૂહાની (Hassan Rouhani) કાળઝાળ જોવા મળી રહ્યાં છે. તેમણે બદલો લેવાની વાત કરી છે. અત્રે જણાવવાનું કે બગદાદ એરપોર્ટ પર અમેરિકાએ ગુરુવારે રાતે એર સ્ટ્રાઈક કરી હતી. હસન રૂહાનીએ ટ્વીટ કરીને કહ્યું કે દેશની ક્ષેત્રીય અખંડિતતા અને ક્ષેત્રમાં આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ લડાઈમાં જનરલ સુલેમાની (qasem soleimani) ના ઝંડાને ઉઠાવવામાં આવશે, અમેરિકી અત્યાચારોનો વિરોધ ચાલુ રહેશે. મહાન દેશ ઈરાન આ જઘન્ય અપરાધનો બદલો લેશે. સ્થિતિને જોતા અમેરિકી દૂતાવાસે પોતાના તમામ નાગરિકોને ઈરાક છોડવાનું કહ્યું છે.

અત્રે જણાવવાનું કે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્સ (IRGC) કુદ્સ ફોર્સના પ્રમુખ જનરલ કાસિમ સુલેમાની ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયાં. તહેરાન સ્થિત પ્રેસ ટીવીના જણાવ્યાં મુજબ IRGCએ શુક્રવારના રોજ એક નિવેદનમાં કહ્યું કે હુમલામાં હશદ શાબી કે ઈરાકી પોપ્યુલર મોબલાઈઝેશન ફોર્સિસ (PMF)ના ડેપ્યુટી કમાન્ડર અબુ મહદી અલ મુહાંદિસ પણ સુલેમાની સાથે માર્યા ગયાં. બગદાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ રોડ પર તેમના વાહનને નિશાન બનાવવામાં આવ્યું.

PMFએ પણ ઘટનાને સત્તાવાર સમર્થન આપ્યું અને શુક્રવારે એક નિવેદનમાં કહ્યું હતું કે “હશદના ઉપ પ્રમુખ, અબુ મહદી અલ મુહાંદિસ, અને કુદ્સ ફોર્સના પ્રમુખ, કાસિમ સુલેમાની અમેરિકી હુમલામાં માર્યા ગયાં. તેમની કારને નિશાન બનાવવામાં આવી.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here