નવી ભૂમિકા : ભૂતપુર્વ CJI રંજન ગોગોઈએ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા

0
23

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના ભૂતપુર્વ ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ આજે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા છે. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમને રાજ્યસભા માટે પસંદ કર્યા છે. રંજન ગોગોઈએ જ્યારે શપથ લીધા તે સમયે વિપક્ષના કેટલાક સભ્યોએ ભારે ધાંધલ કરી હતી અને ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. ત્યારબાદ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે વિપક્ષના વિરોધની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રોમાંથી આવતા અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની એક મહાન પરંપરા છે, જેમા ભૂતપુર્વ CJIનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રંજન ગોગોઈની રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી થતા વિવાદ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ભારતના 46માં ચીફ જસ્ટીશ હતા. આ પદ પર તેમણે 3,ઓક્ટોબર 2018થી 17 નવેમ્બર, 2019 સુધી રહ્યા હતા.

તેમના કાર્યકાળમાં વર્ષોથી પડતર અયોધ્યા વિવાદને લઈ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત રાફેલ લડાકુ વિમાન સોદા તથા સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરનીમહિલાઓના પ્રવેશનો પણ સમાવેશને લગતા ચુકાદા આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે રંજન ગોગોઈની રાજ્યસભાના સભ્ય તરીકે પસંદગી થતા વિવાદ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ ભારતના 46માં ચીફ જસ્ટીશ હતા. આ પદ પર તેમણે 3,ઓક્ટોબર 2018થી 17 નવેમ્બર, 2019 સુધી રહ્યા હતા.તેમના કાર્યકાળમાં વર્ષોથી પડતર અયોધ્યા વિવાદને લઈ ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. આ ઉપરાંત રાફેલ લડાકુ વિમાન સોદા તથા સબરીમાલા મંદિરમાં તમામ ઉંમરની મહિલાઓના પ્રવેશનો પણ સમાવેશને લગતા ચુકાદા આપ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here