Saturday, September 18, 2021
Homeલક્ષણો બદલાયા : કોરોના વેક્સિનેશનના હિસાબથી આ સમયે દુનિયામાં ત્રણ કેટેગરીના લોકો
Array

લક્ષણો બદલાયા : કોરોના વેક્સિનેશનના હિસાબથી આ સમયે દુનિયામાં ત્રણ કેટેગરીના લોકો

કોરોના વેક્સિનેશનના હિસાબથી આ સમયે દુનિયામાં ત્રણ કેટેગરીના લોકો છે. પ્રથમ- જેમને કોરોના વેક્સિનના બંને અથવા ફૂલ ડોઝ લીધેલા હોય. બીજા- જેમને માત્ર એક ડોઝ લીધો છે અને ત્રીજા- એવા લોકો જેમને અત્યાર સુધી વેક્સિન નથી લીધી. એક તરફ આ ત્રણેય કેટેગરી અને બીજી તરફ ઘણા પ્રકારના વેરિઅન્ટ, આ બંનેના કારણે ત્રણેય પ્રકારના લોકોને કોરોના થવા પર અલગ અલગ પ્રકારના સામાન્ય લક્ષણ સામે આવી રહ્યા છે.

નવા વેરિઅન્ટ્સના કારણે કોરોનાના ટોપ લક્ષણ બદલાઈ ગયા તો વેક્સિનેશન પણ તેમાં ફેરફારનું કારણ બન્યું. 2020માં કોરોનાની શરૂઆતમાં લોકોને સૂકી ઉધરસ અને તાવ મુખ્ય લક્ષણ હતા. ત્યારબાદના દિવસોમાં પોઝિટિવ લોકોમાં માથામાં દુખાવો, શરીર દુખવું, તાવ જેવા લક્ષણો જોવા મળ્યા. થોડા દિવસ બાદ સ્વાદ અને સુંઘવાની ક્ષમતા જતી રહેવી પણ કોરોનાના સામાન્ય લક્ષણોમાં સામેલ થઈ ગયા.

આ ફેરફારને ધ્યાનમાં રાખતા યુકેની હેલ્થ સાયન્સ કંપની ZOEએ કિંગ્સ કોલેજ લંડનની સાથે એક એપ દ્વારા કોરોનાના નવા લક્ષણોને લઈને એક ઓનલાઈન સ્ટડી શરૂ કરી. અત્યાર સુધી 40 લાખથી વધુ લોકોની ભાગીદારીની સાથે આ દુનિયાની સૌથી મોટી ઓનલાઈન સ્ટડી છે. વેક્સિનેશનની દૃષ્ટિએ આપણી આસપાસની ત્રણેય કેટેગરીના લોકોને જો કોરોના થાય તો તેમનામાં કયા કયા સામાન્ય લક્ષણો જોવા મળશે.

1. વેક્સિન નથી લીધી તો શ્વાસ લેવામાં તકલીફ 30મા નંબરનું લક્ષણ
વેક્સિન ન લીધી હોય તેવા લોકોમાં કોરોનાનાં લક્ષણ બદલાઈ ગયા છે. આ કેટેગરીમાં લોકોમાં હવે માથામાં દુખાવો, ગળામાં બળતરા, નાક વહેવું, તાવ અને સતત ઉધરસ કોરોનાનાં ટોપ 5 લક્ષણ છે, પરંતુ સુંઘવાની ક્ષમતા ગુમાવવી 9મા નંબર પર અને શ્વાસ લેવામાં તકલીફ 30મા નંબરનું લક્ષણ બની ગયું છે. જ્યારે સુંઘવાની ક્ષમતા ટોપ 5 અને શ્વાસ લેવામાં તકલીફ ટોપ 10 લક્ષણોમાંથી એક હતી.

2. વેક્સિનનો એક ડોઝ લીધો હોય તે લોકોમાં ગળાની બળતરાના લક્ષણ હળવા
વેક્સિનનો સિંગલ ડોઝ લીધો હોય તેમ છતાં સતત ઉધરસનું લક્ષણ પાંચમાં નંબર પર છે. વહેતું નાક અને છીંક આવવા જેવા લક્ષણો જે પહેલા કોરોનાના પ્રાઈમરી લક્ષણો માનવામાં નહોતા આવતા, તે પણ વેક્સિનના સિંગલ ડોઝ બાદ લોકોમાં જોવા મળી રહ્યા છે.

3. બંને ડોઝ લેનાર લોકોમાં ઉધરસ અને તાવના લક્ષણ 12મા નંબરે
સ્ટડીના અનુસાર, બંને વેક્સિન લીધી હોય તે લોકોમાં માથામાં દુખાવો, ગળામાં બળતરા, છીંક આવવી, નાક વહેવું, લોસ ઓફ સ્મેલ ટોપ 5 લક્ષણ છે. જ્યારે સતત ઉધરસના લક્ષણ 8મા નંબરે, તાવ 12મા અને શ્વાસ લેવામાં તકલીફ 29મા નંબર પર છે. ફૂલી વેક્સિનેટેડ લોકોને જો સતત છીંક આવે તો તે કોરોના હોઈ શકે છે. તેથી વેક્સિનેટેડ લોકોએ સતત છીંક આવવા પર કોવિડ ટેસ્ટ કરાવી લેવો જોઈએ.

વેક્સિનેટેડ લોકોમાં ગંભીર લક્ષણ નથી
જો કે, રિસર્ચના તાજા ડેટા એ વાતની પણ પુષ્ટિ કરે છે કે આ લોકોમાં સામાન્ય રીતે હળવા લક્ષણો હોય છે. તેથી વેક્સિનેટેડ લોકોમાં ગંભીર સંક્રમણનું જોખમ ઓછું હોય છે.
બદલાતા લક્ષણોનું કારણ ડેલ્ટા વેરિઅન્ટ હોઈ શકે છે, જે યુકેમાં અત્યાર સુધી 99% સંક્રમણ માટે જવાબદાર છે.

ફૂલી વેક્સિનેટેડે પણ સંક્રમિત હોઈ શકે છે
રિપોર્ટના અનુસાર, ઓનલાઈન એપ પર વેક્સિન લીધેલા લોકો અને વેક્સિન વગરના લોકોના કોવિડ-19ના એક જેવા જ લક્ષણ જોવા મળ્યા. જો કે, જે લોકોએ પહેલાથી જ રસી લીધી હતી, તેમને ઓછા સમયમાં હળવા સિમ્પ્ટમ્સની સૂચના આપી. તેનો અર્થ સ્પષ્ટ છે કે હવે વેક્સિન લીધેલા લોકો પણ કોરોનાવાઈરસથી સંક્રમિત થઈ શકે છે.

કોઈ લક્ષણ નજરઅંદાજ ન કરો, ટેસ્ટ જરૂરથી કરાવો
ન્યૂયોર્કની બેલ્યૂવ હોસ્પિટલ સેન્ટરના સંક્રામક રોગ નિષ્ણાત ડૉ. સેલિન ગાઉન્ડરનું સ્પષ્ટ કહેવું છે કે જો તમે વેક્સિન લીધી છે તો તમે સુરક્ષિત છો. ભલે તમારા પર વાઈરસની વધારે અસર નહીં થાય પરંતુ આવું થવા પર તે લોકો માટે મુશ્કેલી વધી શકે છે જેમને ડોઝ નથી લીધો. રસી લીધી હોય તે લોકો વાઈરસના કેરિયર બની શકે છે. તેઓ બીજા લોકોને સંક્રમિત કરવાનું મુખ્ય કારણ હોઈ શકે છે. તેથી કોવિડના હળવા લક્ષણ હોવા પર પણ ટેસ્ટ જરૂરથી કરાવવો.

બદલાતા લક્ષણથી યુવાન વસ્તી વધારે પ્રભાવિત
એક્સપર્ટનું કહેવું છે કે, કોવિડના બદલાતા લક્ષણથી ખાસ કરીને યુવાન વસ્તી વધારે સંક્રમિત થવાની આશંકા છે, તેથી તમારે સાવધાન રહેવું પડશે. ભલે તમે ગંભીર રીતે બીમાર મહેસૂસ ન કરો. મેઈન્ઝ યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ગુટેનબર્ગ કોવિડ-19 સ્ટડીથી જાણવા મળ્યું કે કોરોનાથી સંક્રમિત તમામ લોકોમાંથી 40 ટકાથી વધુ લોકો પોતે કોવિડ સંક્રમિત હોવાની વાતથી અજાણ હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments