શ્વાસ લેતા સમયે અવાજ આવવો અને છાતી અકડાઈ જાય તો તે CPODનાં લક્ષણો, શિયાળામાં આ રીતે તેનાથી બચી શકાય છે

0
14

શિયાળામાં શ્વાસ લેતા સમયે અવાજ આવવો, છાતી અકડાઈ જવી અથવા કોઈ કામ કરતા સમયે શ્વાસ ફૂલાઈ જવાના લક્ષણો જણાય તો અલર્ટ થઈ જવાની જરૂર છે. આ શ્વાસની બીમારી CPODનાં લક્ષણો છે. તેને ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પ્લમોનરી ડિસીઝ કહેવાય છે. શિયાળામાં તેના કેસ વધે છે.

CPODની અસર સીધી રીતે ફેફસાં પર થાય છે. આ રોગ ધીરે ધીરે વધે છે, જેમાં દર્દીને શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. AIIMSના ડાયરેક્ટર અને શ્વાસ રોગના નિષ્ણાત ડૉ. રણદીપ ગુલેરિયા જણાવે છે કે, CPODને સરળ ભાષામાં આ રીતે સમજી શકાય છે. ક્રોનિક અર્થાત લાંબી બીમારી, ઓબ્સટ્રક્ટિવ અર્થાત શ્વાસનળી સંકોચાઈ જવી. પલ્મોનરી ડિસીઝ અર્થાત ફેફસાં સંબંધિત બીમારી.

CPOD આ રીતે અસર કરે છે

પ્રસાર ભારતી સાથે વાતચીત દરમિયાન ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, CPODથી પીડિત દર્દીઓમાં હૃદય રોગ, ફેફસાંનું કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાનું જોખમ વધે છે. કોરોનાકાળમાં તેનાથી પીડિત લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે.

વધારે પ્રદૂષિત જગ્યામાં રહેવાથી, ખાવાનું બનાવવામાં લાકડાંનો ઉપયોગ કરવાથી તેમાંથી નીકળતો ધૂમાડો શ્વાસનાં મારફતે ફેફસાંમાં જઈ વધારે ખરાબ અસર પહોંચાડે છે.

આ લક્ષણો જણાય તો અલર્ટ થવું

  • શ્વાસ લેતા સમયે અવાજ આવવો
  • છાતી અકડાઈ જવી
  • શ્વાસ ફૂલાઈ જવો ખાસ કરીને ફિઝિકલ એક્ટિવિટી દરમિયાન
  • ગળામાં દુખાવો
  • લાંબા સમય સુધી ઉધરસ આવવી
  • વધારે સમસ્યા હોય તેને ઘરે પણ ઓક્સીજનની જરૂર પડે છે

CPODની બચવાના ઉપાયો

પ્રદૂષણવાળા વિસ્તારોથી દૂર રહો
ધૂમ્રપાનથી બચો
ઘરની અંદર પ્રદૂષણને વધારનાર કારકો પર ધ્યાન આપો
ખાવાનું તૈયાર કરવા માટે લાકડાં અથવા કોલસાનો ઉપયોગ ન કરો
દરરોજ યોગ અને પ્રાણાયામ કરો.

આ 4 વાતો કોરોનાકાળમાં યાદ રાખો

એક્સપર્ટના જણાવ્યાનુસાર, આ સમયે ફેફસાં સુરક્ષિત રાખવા ખૂબ જરૂરી છે. તેથી અન્ય જોખમો ઘટાડી શકાય. તેના માટે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું જોઈએ.

  • કોરોનાકાળમાં માસ્ક પહેરવાનું ન ભૂલો
  • હાથ વારંવાર સાબુ-પાણીથી ધુઓ
  • સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
  • પાણી ઉકાળી તે ઠંડું થાય પછી તેનો પ્રયોગ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here