ફેટી લિવરનાં લક્ષણો : પેટની આસપાસ ચરબી વધવી, ગરદનની પાછળના ભાગની ત્વચાનો રંગ ઘેરો બનવો

0
2

ફેટી લિવર અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને નોતરું આપી શકે છે. તેને લીધે ખાસ ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. ડાયટ અને અસંતુલિત લાઈફસ્ટાઈલને કારણે લોકોમાં ફેટી લિવરની સમસ્યા ઝડપથી વધી રહી છે. ફેટી લિવરના કેસમાં પહેલાં લાઈફસ્ટાઈલ બગડે છે ત્યારબાદ ડાયાબિટીસ થાય છે. ખાસ વાત એ છે કે આલ્કોહોલનું સેવન ન કરનારા લોકોમાં પણ આ સમસ્યા વધી રહી છે. તેને નોન આલ્કોહોલિક ફેટી લિવર ડિસીઝ કહેવાય છે.

ફેટી લિવરના લક્ષણો: પેટ પર ચરબી અને ગરદનનો રંગ ઘેરો બનવો

તેના મુખ્ય રીતે 2 લક્ષણો છે તેના આધારે શરીરમાં સુગર સંબંધિત થઈ રહેલા રાસાયણિક પરિવર્તનનો અંદાજો લગાવી શકાય છે. પેટની આસપાસ ચરબી વધવી. ગરદનની પાછળના ભાગની ત્વચાનો રંગ ઘેરો બનવો. આ લક્ષણો ફેટી લિવર તરફ ઈશારો કરે છે.

કારણ: સુગરવાળું ડાયટ

કોલ્ડ ડ્રિન્ક, ખાંડ, મીઠાઈ, ચોકલેટ, બટાટાં, જંક ફૂડ, સ્વીટન્ડ ફ્રૂટ, યોગર્ટ વગેરે જેવા સુગરયુક્ત પદાર્થોનું સેવન કરવાથી ફેટી લિવરનું જોખમ વધે છે.

ફેટી લિવરથી બચવા માટે આટલું કરો…

8% વજન ઘટાડો

જો ડાયટમાં સુગરનું પ્રમાણ નહિવત કરવામાં આવે અને દરરોજ કસરત કરીને તમારા વજનને 8% ઓછું કરો તો લિવરમાં જમાં ચરબી ઘટી શકે છે.

સંતુલિત ભોજન

આખું અનાજ, ઓટ્સ, ફળ, શાકભાજી અને દાળ સહિતના કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ડાયટમાં સામેલ કરવા જોઈએ. ખાંડ, પાસ્તા, વ્હાઈડ બ્રેડ સહિતની આઈટેમ્સથી બચવું જોઈએ.

ડાયાબિટીક દર્દીએ વોકિંગ જરૂર કરવું

મેદસ્વિતા અને વધારે વજન ધરાવતાં લોકોને ડાયાબિટીસ થવાની આશંકા 80થી 85% રહે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના જણાવ્યા પ્રમાણે, ડાયાબિટીસથી પીડિત લોકો જે અઠવાડિયાંમાં મિનિમમ 2 કલાક વોક કરે છે તેમની સરખામણીએ વોક ન કરનારા પેશન્ટને હાર્ટ અટેકથી મૃત્યુનું જોખમ વધારે રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here