સિન્ડીકેટની બેઠક : ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીએ 10% બેઠક ઘટાડી

0
0

કોરોનાને કારણે ધો. 12માં માસ પ્રમોશન બાદ વિદ્યાર્થીઓની સંખ્યા વધવાના એંધાણ જણાતા સોમવારે સિન્ડિકેટે અંડર ગ્રેજ્યુએટના કોર્સોમાં અધર બોર્ડની 20 ટકા બેઠક રાખવાનો નિર્ણય કર્યો છે. પહેલા ગુજરાત બોર્ડની 90 ટકા અને અધર બોર્ડની 10 ટકા બેઠક હતી.

યુનિવર્સિટીમાં સિન્ડિકેટની બેઠકમાં સિન્ડિકેટ સભ્ય ડો. ભાવેશ રબારીના વાંધા બાદ સોમવારે બેઠકમાં ફેક્ટ કમિટીમાંથી નોન એકેડેમિક પર્સન અને તેમાં પણ ખાસ કરીને કોપી કેસની તપાસમાંથી વિદ્યાર્થી નેતાને હટાવાયા હતા. ફેક્ટમાં કિરણ ઘોઘારી અને ડો. કશ્યપ ખરચિયાની જગ્યાએ ડો. અશ્વિન પટેલ અને ડો. મહેન્દ્ર પટેલ તેમજ ડો. વિપુલ ચૌધરી અને કનુ અલગોતરની જગ્યાએ ડો. કે. એન. ભટ્ટ અને ડો. હિતેન્દ્રસિંહ ખરવસિયાને મૂકાયા છે.

અરજી કરાશે તો જ ટેબલેટના નાણાં પરત મળશે
સિન્ડિકેટેમાં એવો પણ નિર્ણય કરાયો છે કે ટેબલેટના રૂ. 1 હજાર પરત મેળવવા વિદ્યાર્થી અરજી કરશે તો જ તેને રૂપિયા અપાશે. વિદ્યાર્થીઓની રૂપિયા પરતની અરજીને નાણાં સમિતીમાં મૂકાશે. ગુજરાત સરકારને ટેબલેટના રૂપિયા પરત કરવા રજૂઆત કરશે. જે વિદ્યાર્થી અરજી નહીં કરશે તો યુનિવર્સિટી સરકાર જ્યારે ટેબલેટ આપશે ત્યારે આપશે.

ટર્મ વહેલી પૂર્ણ કરવાનો સિન્ડિકેટ પાસે હક નથી
યુનિ.એ એકેડેમિક કાઉન્સિલની ટર્મ 31 જૂલાઇએ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે. તેનો વિરોધ કરતા સિન્ડિકેટ સભ્ય રાકેશ દેસાઇએ કહ્યું, સિન્ડિકેટ પાસે ટર્મ પૂર્ણ કરવાનો હક નથી. યુનિ.નો એક્ટ વિધાનસભામાંથી બન્યો છે. જેથી ટર્મ 29 જાન્યુઆરી, 2022એ પૂર્ણ કરવાની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here