Friday, March 29, 2024
Homeખેલટી-20 વર્લ્ડકપ : સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાશે

ટી-20 વર્લ્ડકપ : સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાશે

- Advertisement -

ટી20 વર્લ્ડકપ 2022માં આજે બે મેચો રમાશે, પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે નેધરલેન્ડ્સ (BAN vs NED)ની ટક્કર થશે. વળી, બીજી મેચમાં સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે (SA vs ZIM) આમન સામને રહેશે. આ બન્ને મેચો ઓસ્ટ્રેલિયામાં હોબાર્ટના બેલેરાઇવલ ઓવલ સ્ટેડિયમાં જ રમાશે. આ ચારેય ટીમો સુપર 12માં ગૃપમાં સામેલ છે. ભારત અને પાકિસ્તાનની ટીમો આ ગૃપનો જ ભાગ છે.

બાંગ્લાદેશની ટીમ હાલમાં ખરાબ સમયમાથી પસાર થઇ રહી છે. આ વર્ષે મુશ્કેલથી અમૂક જ ટી20 મેચો જીતી છે. નબળી ટીમોની સામે જ તેને હારનો સામનો કરવો પડ્યો છે. બાંગ્લાદેશે છેલ્લી ચારેય મેચ ગુમાવી છે. આવામાં આ કેપ્ટન શાકિબ અલ હસનની સામે પોતાની ટીમને જીતના પાટા પર લાવવા પ્રયાસ કરશે. વળી, નેધરલેન્ડ્સની ટીમ ટી20 વર્લ્ડકપમના ફર્સ્ટ રાઉન્ડની બન્ને મેચોની જીતીને સુપર 12માં પહોંચી છે. આવામાં તે આત્મવિશ્વાથી ભરેલી છે. બન્ને ટીમોની વચ્ચે આ મેચ એકદમ દિલચસ્પ બની શકે છે. આ મેચ સવારે 9.30 કલાકે શરૂ થઇ જશે. દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ આજે ઝિમ્બાબ્વેને પડકાર રહેશે, બન્ને ટીમો પહેલીવાર ટી20 વર્લ્ડકપમાં ટકરાશે. આમા તો અત્યાર સુધી 5 ટી20 મેચો રમી છે, જેમાં તમામ મેચોમાં દક્ષિણ આફ્રિકાને જીત હાંસલ થઇ છે. દક્ષિણ આફ્રિકા ટીમમાં ટી20ના એકથી એક દિગ્ગજો ભરેલા છે. આ મેચ બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે.

કૉમેન્ટ્રી પેનલની જાહેરાત –  

આઈસીસી દ્વારા ટી20 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી માટે કોમેન્ટ્રી પેનલની જાહેરાત કરી દેવામાં આવી છે. ટૂર્નામેન્ટ માટે નોમિનેટ થયેલા 29 કોમેન્ટેટરના ગ્રુપમાં 3 મહિલા કોમેન્ટેટર મેલ જોન્સ, ઈસા ગુહા અને નતાલી જર્મનોસને સ્થાન અપાયું છે. આ સાથે પેનલમાં ભારતના હર્ષા ભોગલે, રવિ શાસ્ત્રી અને સુનિલ ગાવસ્કરને પણ સ્થાન મળ્યું છે. આ સાથે-સાથે હાલમાં જ ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર ઈયોન મોર્ગન, પ્રેસ્ટન મોમસેન, ડેલ સ્ટેન અને નિયાલ ઓબ્રાયન જેવા પૂર્વ ક્રિકેટરોને પણ T20 વર્લ્ડ કપમાં કોમેન્ટ્રી કરવાની તક આપવામાં આવી છે.

આઇસીસી કૉમેન્ટ્રી પેનલના નામોની યાદી – 

રવિ શાસ્ત્રી (ભારત), સુનીલ ગાવસ્કર (ભારત), હર્ષા ભોગલે (ભારત), એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા), અતહર અલી ખાન (બાંગ્લાદેશ), ઈયાન બિશપ (વેસ્ટ ઈન્ડિઝ), ઈયાન સ્મિથ (ન્યુઝીલેન્ડ), પોમ્મી મબાંગવા (ઝિમ્બાબ્વે), પ્રેસ્ટન મોમસેન (સ્કોટલેન્ડ), ઈસા ગુહા (ઈંગ્લેન્ડ) , બાજીદ (પાકિસ્તાન), બ્રાયન મુર્ગાટ્રોયડ (નેધરલેન્ડ), માર્ક હોવર્ડ (ઓસ્ટ્રેલિયા), રસેલ આર્નોલ્ડ (શ્રીલંકા), કાર્લોસ બ્રેથવેટ (વેસ્ટ ઈન્ડિઝ), મેલ જોન્સ (ઓસ્ટ્રેલિયા), સેમ્યુઅલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ), ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) ), માઈકલ એથર્ટન (ઈંગ્લેન્ડ), શેન વોટ્સન (ઓસ્ટ્રેલિયા), ડેની મોરીસન (ન્યુઝીલેન્ડ), માઈકલ ક્લાર્ક (ઓસ્ટ્રેલિયા), શોન પોલક (દક્ષિણ આફ્રિકા), ડર્ક નાન્સ (ડચ), નાસિર હુસૈન (ઈંગ્લેન્ડ), સાઈમન ડૂલે (ન્યુ. ઝીલેન્ડ), ઇઓન મોર્ગન (ઇંગ્લેન્ડ) ), નતાલી જર્મનોસ (દક્ષિણ આફ્રિકા) અને નિઆલ ઓ’બ્રાયન (આયર્લેન્ડ).

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular