ભોપાલ રેલવે સ્ટેશન ફૂટ ઓવર બ્રિજનો ભાગ ધસી પડતાં 6 લોકો થયા ઈજાગ્રસ્ત

0
16

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં જૂના રેલવે સ્ટેશન પર ગુરુવારે સવારે જ પ્લેટફોર્મ નંબર 2-3 પાસેનો ફૂટ ઓવર બ્રિજનો એક ભાગ અચાનક ધસી ગયો હતો. જેના કારણે લગભગ 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટના સમયે સ્ટેશન પર લોકોની ભીડ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હમીદિયા હોસ્પિટલમાં ખસેડાયા છે.

  • ભોપાલ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના
  • ફુટ ઓવર બ્રિજ ધસી જતાં 6 લોકો ઘાયલ
  • પ્લેટફોર્મ નંબર 2-3 પાસેનો ફૂટ ઓવર બ્રિજ તૂટી પડ્યો

પોલીસ અને બચાવ કામગીરીના કર્મચારીઓ સૂચના મળતાં જ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. આ ઘટના પ્લેટફોર્મ નંબર 2-3 પર બન્યો હતો. ઘટના સમયે તિરુપતિ નિજામુદ્દીન એક્સપ્રેસ સ્ટેશન પર બની હતી. ફૂટઓવર બ્રિજની નીચે કેટલાક સ્ટોલ લાગ્યા હતા. તેને પણ નુકસાન થયું છે. હાલમાં આ બ્રિજ યાત્રીઓની અવર જવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here