Friday, March 29, 2024
Homeસ્પોર્ટ્સટી 20 વર્લ્ડ કપ : વધુ બે બોલરો ભારતીય ટી-20 વર્લ્ડ કપ...

ટી 20 વર્લ્ડ કપ : વધુ બે બોલરો ભારતીય ટી-20 વર્લ્ડ કપ ટીમમાં નેટ બોલર તરીકે જોડાયા

- Advertisement -

 

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) માં સારું પ્રદર્શન કરતાં આવેશ ખાન અને KKR ના વેંકટેશ અય્યરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI)એ ટુર્નામેન્ટ સમાપ્ત થયા બાદ યુએઈમાં રોકવા માટે જણાવ્યુ છે. આ બંને વર્લ્ડ કપ (ટી 20 વર્લ્ડ કપ)ની ટીમ સાથે નેટ બોલર તરીકે જોડાશે. આ પહેલા જમ્મુ -કાશ્મીરના ઉમરાન મલિકને પણ નેટ બોલર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. સ્પષ્ટ જણાવીએ કે આ ત્રણેય સ્ટેન્ડ-બાય ખેલાડીઓ તરીકે સામેલ નથી. મુળ ટીમમાં પસંદ થયેલ શ્રેયસ અય્યર, શાર્દુલ ઠાકુર અને દીપક ચાહર રિઝર્વ ખેલાડી છે. બાકીની ટીમોની જેમ ભારત પાસે પણ 15 ઓક્ટોબર સુધી વર્લ્ડ કપની ટીમમાં ફેરફાર કરવાનો સમય છે.

જણાવીએ કે આવેશ ખાન આ વર્ષની શરૂઆતમાં પણ ભારતીય ટીમ સાથે ઇંગ્લેન્ડ ગયો હતો. આઈપીએલના પહેલા ચરણમાં સારું પ્રદર્શન કર્યા બાદ તેને ઈંગ્લેન્ડ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ પછી ઈજાને કારણે તેને ભારત પરત ફરવું હતું. પરંતુ નેટ બોલર તરીકે વેંકટેશ અય્યરની પસંદગી આશ્ચર્યજનક છે કારણ કે તે બેટ્સમેન વધુ છે.

આવેશનું શાનદાર પ્રદર્શન
આવેશનું પ્રદર્શન અત્યાર સુધી દિલ્હી કેપિટલ્સ માટે ખૂબ જ સારું રહ્યું છે. અને તે ટીમ માટે સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી પણ છે. અત્યાર સુધી 15 મેચમા 23 વિકેટ લીધી છે. તેનો ઇકોનોમી રેટ 7.50 રહ્યો છે અને આ પ્રદર્શનથી તેને વર્લ્ડ કપમાં નેટ બોલરનું સ્થાન મળ્યું છે. જો આવેશ આ રીતે પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે તો તે દિવસ દૂર નથી, જ્યારે તે ટીમ ઇન્ડિયાની જર્સીમાં જોવા મળશે.

અય્યરે અત્યાર સુધીમાં 8 મેચોમાં 265 રન બનાવ્યા
​​​​​​​ઘર આંગણે મધ્યપ્રદેશ મારે રમતા અય્યરે વર્ષ 2015મા રાજ્ય માટે લિસ્ટ એ અને ટી-20 ક્રિકેટમાં રમવાનું શરૂ કર્યું. તેના ત્રણ વર્ષ બાદ પ્રથમ IPLના પ્રથમ તબક્કામા ગણ્યા ગાંઠયા લોકો જ તેને જાણતા હતા, પરંતુ બીજા તબક્કામા પ્રદર્શન બાદ વેંકટેશ બધાની નજરમાં આવ્યો. કેકેઆર માટે તેની બેટિંગે બધાને પ્રભાવિત કર્યા. અય્યરે અત્યાર સુધીમાં 8 મેચોમાં 123.25ની સરેરાશથી 265 રન બનાવ્યા છે. જ્યારે 7.3 ઓવરોમાં ત્રણ વિકેટ પણ લીધી છે. જો કે આ પસંદગી પરેશાની ભર્યું જરૂર છે કારણ કે જો નેટ બોલાર્જ લેવો હતો, તો આઈપીએલમા સૌથી વધુ વિકેટ લેનાર હર્ષલ પટેલ કે કોઈ અન્ય કેમ નહીં. માટે સ્પષ્ટ છે કે વેંક્ટેશને લઈને BCCI કે ટીમ મેનેજમેંટનું પ્લાનિંગ ઘણું જ વધુ છે. અય્યર બોલિંગ જ નહીં પરંતુ આગળ કોઈ અન્ય યોજનામાં પણ ટીમનો ભાગ બની શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular