ભારત પ્રત્યાર્પણનો ડર : વિજય માલ્યાએ સરકારને ફરી આજીજી કરી- સંપૂર્ણ લોન લઈ લો અને કેસ બંધ કરો

0
9

નવી દિલ્હી. ભારતમાંથી ભાગીને બ્રિટનમાં રહેતા બિઝનેસમેન વિજય માલ્યાએ ફરી એકવાર સરકારને તમામ બાકી લોન લઈ લેવાની આજીજી કરી છે. માલ્યાએ ગુરુવારે ટ્વિટ કરીને સરકારને વિનંતી કરી છે કે સરકાર 100 ટકા બાકી લોન ચૂકવવાના પ્રસ્તાવનો સ્વીકાર કરે અને તેની સામેના તમામ કેસ બંધ કરે.

20 લાખ કરોડના રાહત પેકેજની શુભેચ્છા પાઠવી

બ્રિટનમાં ભારત પ્રત્યાર્પણની કાર્યવાહીનો સામનો કરી રહેલા  બિઝનેસમેન અને કિંગફિશર એરલાયન્સના માલિક વિજય માલ્યાએ કોરોના સામેની લડાઈમાં 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવા બદલ સરકારને શુભેચ્છા પાછવી છે. માલ્યાએ ટ્વિટમાં લખ્યું છે કે કોવિડ-19 રાહત પેકેજ માટે સરકારને શુભેચ્છા, તેઓ જેટલા ઈચ્છે તેટલી કરન્સી છાપી શકે છે. પરંતુ મારા જેવા નાનુ યોગદાન દેનાર જે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 100 ટકા બાકી લોન દેવા ઈચ્છે છે, તેને સતત ઉપેક્ષિત કરાઈ રહ્યો છે.

પૈસા લઈ લો અને કેસ બંધ કરો

વિજય માલ્યા ભારતીય સ્ટેટ બેન્ક સાથે જોડાયેલી બેન્કોના કંસોર્ટિયમના લગભગ 9 હજાર કરોડ લઈને માર્ચ 2016માં દેશ છોડીને લંડન ભાગી ગયો હતો. ટ્વિટમાં તેણે લખ્યું છે કે મહેરબાની કરી કોઈ શરત વગર પૈસા લઈ લો અને મારી સામેના કેસો બંધ કરો. તમને જણાવી દઈએ કે ગત મહિને બ્રિટન હાઈકોર્ટે ભારત પ્રત્યાર્પણ સામે વિજય માલ્યાની અરજી ફગાવી દીધી હતી. હાલમાં વિજય માલ્યાએ હાઈકોર્ટના ચૂકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકાર્યો છે.

માલ્યા ઘણીવાર લોન ચૂકવવાનો પ્રસ્તાવ કરી ચૂક્યો છે

63 વર્ષનો વિજય માલ્યા ઘણીવાર ભારત સરકાર સામે કિંગફિશર એરલાયન્સની સંપૂર્ણ લોન ચૂકવવાનો પ્રસ્તાવ કરી ચૂક્યો છે. લોકડાઉન પહેલા પણ માલ્યાએ ટ્વિટ દ્વારા ભારત સરકાર સામે સંપૂર્ણ લોન ચૂકવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. માલ્યાએ લોકડાઉન દરમિયાન પોતાની કંપનીના કર્મચારીઓને રાહત આપવા માટે સરકારની મદદ માંગી હતી.

માલ્યા કેસમાં અપડેટ

 • 2 માર્ચ 2016 વિજય માલ્યા ભારત છોડી લંડન પહોંચ્યા
 • 21 ફેબ્રુઆરી 2017 એ ગૃહ સચિવે માલ્યાના પ્રત્યાર્પણ માટે બ્રિટનમાં અરજી કરી
 • 18 એપ્રિલ 2017 વિજય માલ્યાની લંડનમાં ધરપકડ કરાઈ, એજ દિવસે જામીન મળ્યા
 • 24 એપ્રિલ 2017 માલ્યાના ભારતના પાસપોર્ટને રદ્દ કરાયો
 • 2 મે 2017 માલ્યાએ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું
 • 13 જૂન 2017 વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ મેનેજમેન્ટ અને પ્રત્યાર્પણની સુનાવણી શરૂ
 • 10 ડિસેમ્બર 2018 વેસ્ટમિંસ્ટર કોર્ટની મુખ્ય મેજિસ્ટ્રેટ અમ્મા અર્બુથનોટે ફાઈલ ગૃહસચિવને મોકલી
 • 3 ફેબ્રુઆરી 2019 ગૃહ સચિવે માલ્યાને ભારત પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો
 • 5 એપ્રિલ 2019 ઈંગ્લેન્ડ અને વેલ્સ હાઈકોર્ટના જજ ડેવિડે અપીલ કરવા માટે દસ્તાવેજ પર પરવાનગી આપવાનો ઈનકાર કરી દીધો
 • 2 જુલાઈ 2019 એક સુનાવણીમાં જજ લેગટ અને જજ પોપપ્લેવે માલ્યાને અપીલ દાખલ કરવાની પરવાનગી આપી
 • 20 એપ્રિલ 2020 માલ્યાની અરજી ફગાવાઈ. પ્રત્યાર્પણના અંતિમ નિર્ણયન માટે બ્રિટનના ગૃહ સચિવ પાસે કેસ મોકલાયો

માલ્યાની આ બેન્કોની લોન બાકી 

 • ભારતીય સ્ટેટ બેન્ક
 • બેન્ક ઓફ બરોડા
 • કોર્પોરેશન બેન્ક
 • ફેડરલ બેન્ક લિમિટેડ
 • આઈડીબીઆઈ બેન્ક
 • ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક
 • જમ્મુ એન્ડ કાશ્મીર બેન્ક
 • પંજાબ એન્ડ સિંઘ બેન્ક
 • પંજાબ નેશનલ બેન્ક

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here