Wednesday, September 29, 2021
Homeબદલાતી મૌસમમાં શરદી અને ખાંસીથી બચવા માટે આ ઉપાય અપનાવો, જરૂરથી મળશે...
Array

બદલાતી મૌસમમાં શરદી અને ખાંસીથી બચવા માટે આ ઉપાય અપનાવો, જરૂરથી મળશે રાહત

હવામાન અને મૌસમ બદલાતા શરદી, ખાંસી અને ફ્લૂ જેવા સંક્રમણ ફેલાય તે સામાન્ય બાબત છે. પણ આ સમસ્યા ઠીક થતાં ઘણી વાર લાગતી હોય છે. ઘણી વાર તો આપણે કરેલા તમામ પ્રયાસો પણ નિષ્ફળ જતાં હોય છે. પણ જો તમે ખાનપાન પર ધ્યાન આપશો, તો તેને સરળતાથી રોકી શકાય છે. તો આવો જાણીએ શરદી, ખાંસી અને ફ્લૂના સંક્રમણને રોકવા માટે શું કરવુ જોઈએ, કઈ બાબતોનું રાખવુ જોઈએ ધ્યાન…

શું ખાવુ જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવુ જોઈએ

1-દિવસભર ખૂબ પાણી પીવુ, પણ પાણી ઉકાળેલુ પીવુ. ઓછામાં ઓછા 7થી 8 ગ્લાસ લિક્વીડ ડાયટ જરૂરથી લેવું.

2- લસણ અને મરચાને ભોજનમાં સામેલ કરો. લસણ ગરમ હોવાના કારણે સાથે જ એંટીબૈક્ટીરિયલ હોય છે અને મરચામાં કેપ્સૈસિન નામનું ત્તત્વ હોય છે. જે નેઝલ અને સાઈનસ કંજેક્શન ઠીક કરવામાં મદદ કરે છે.

3 વિટામીન સીવાળા ફળ અને શાકભાજીનો ઉપયોગ વધારો. મશરૂમ, લિંબૂ અને મધને ડાયટમાં સામેલ કરો.

4 જિંક યુક્ત ભોજન પદાર્થો વધારો. રેડ મીટ, ઈંડા, દહીં, કઠોળને ભોજનમાં સામેલ કરો.

5- જો તમે માંસાહારી છો તમે ભોજનમાં ચિકન સૂપ સામેલ કરો. જેમાં સિસ્ટાઈન નામનું તત્વ હોય છે. જે કફને ઢીલો કરવામાં મદદ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments