Wednesday, August 4, 2021
Google search engine
HomeSample Page

Sample Page Title

કંગના રનૌતે આજે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. કંગનાએ રાજ્યપાલ સાથે પોતાની મુંબઈ સ્થિત ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ અંગે વાત કરી હોવાનું માનવામાં આવે છે. કંગના પોતાની બહેન રંગોલી સાથે આવી હતી.

કંગના રાજ્યપાલને મળીને બહાર આવી ત્યારે તેના હાથમાં કમળનું ફૂલ હતું. કંગનાનાં હાથમાં કમળનું ફૂલ જોઈને લોકોમાં ચર્ચા થવા લાગી કે તે હવે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. કંગનાએ કહ્યું હતું કે એક નાગરિક હોવાને નાતે તેની સાથે જે પણ થયું તે અંગેની વાત તેણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને કહી હતી. તેની સાથે જે અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો તે વાત તેણે કરી હતી. તેમણે મારી વાત દીકરી માનીને સાંભળી હતી. રાજકારણ સાથે તેને કોઈ લેવા-દેવા નથી. આશા છે કે તેને ન્યાય મળશે. રાજકારણમાં આવવા અંગે કંગનાએ કહ્યું હતું કે તે રાજકારણમાં આવવાની નથી.

આ પહેલા રાજ્યપાલે નારાજગી પ્રગટ કરી હતી

રાજ્યપાલ ભગતસિંહે કોશ્યારીએ BMCની કાર્યવાહી પર નારાજગી પ્રગટ કરી હતી. તેમણે આ અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પ્રમુખ એડવાઈઝર અજોય મહેતા સાથે વાત કરી હતી. સૂત્રોના મતે, રાજ્યપાલ આ પૂરા વિવાદ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને કેન્દ્રને મોકલવાના છે.

14 સપ્ટેમ્બરે કંગના મુંબઈથી જશે

કંગના નવ સપ્ટેમ્બરના રોજ મુંબઈ આવી હતી. તે 14 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે મુંબઈથી હિમાચલ પ્રદેશ જશે. કંગના પૂરા સાત દિવસ પણ મુંબઈમાં રહી નથી.

કંગનાના ઘરની બહાર પ્રદર્શન

કંગના રનૌતના ઘરની બહાર All India Panther Senaએ એક્ટ્રેસ વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. આ એક દલિત પાર્ટી છે. મુંબઈ વિરુદ્ધ કંગનાએ આપેલા નિવેદનને કારણે આ પાર્ટીઓ કંગનાનો વિરોધ કર્યો હતો.

રાજ્યપાલને મળતા પહેલાં કંગનાએ ટ્વીટ કરી હતી

કંગનાએ કહ્યું હતું, વાહ, દુર્ભાગ્યથી ભાજપ ડ્રગ્સ તથા માફિયા રેકેટનો પર્દાફાશ કરનારને સપોર્ટ કરે છે. જોકે, તેણે શિવસેનાના ગુંડાઓની જેમ મારો ચહેરો તોડવાની, મારી પર દુષ્કર્મ કરવાની તથા મારા લિંચિંગમાં સાથે આપવાની જરૂર હતી. નહીં સંજયજી? તેમની હિંમત કેવી રીતે થઈ કે જે માફિયાની સામે ઊભી રહે તેને સુરક્ષા આપે.

https://twitter.com/KanganaTeam/status/1305067882070433792?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1305067882070433792%7Ctwgr%5Eshare_3&ref_url=https%3A%2F%2Fwww.divyabhaskar.co.in%2Fentertainment%2Fbollywood%2Fnews%2Fkang-arrives-at-raj-bhavan-talks-with-maharashtra-governor-about-bmc-127714943.html

કંગના રાજ્યપાલને મળી તે પહેલા CM ઉદ્ધવ ઠાકરે જનતાને સંબોધન કર્યું હતું

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા લોકોને સંબોધન કર્યું હતું. એક્ટ્રેસ કંગના રનૌત વિવાદ અંગે ઉદ્ધવે શરૂઆતમાં જ એ સ્પષ્ટ કરી દીધું હતું કે રાજ્યમાં ચાલી રહેલા રાજકારણ વિશે તેઓ અત્યારે નહીં, પછી બોલશે. તેમણે કંગનાનું નામ તો ના લીધું, પરંતુ એ સ્પષ્ટ કર્યું કે તેમના મૌનને નબળાઈ ના સમજવામાં આવે. તેમણે કહ્યું હતું કે રાજકીય વાવાઝોડા તો આવતાં રહેશે અને એનો સામનો તેઓ કરતા રહેશે. ત્યાર બાદ ઉદ્ધવે રાજ્યના નાગરિકોને કોરોનાની પરિસ્થિતિ અને એનાથી બચવાના ઉપાયો વિશે વાત કહી.

કંગનાએ કહ્યું, ‘મહારાષ્ટ્ર સરકારનો આતંક વધી રહ્યો છે’

નવ સપ્ટેમ્બરના રોજ કંગના મુંબઈ આવે તે પહેલા જ BMCએ કંગનાના ઓફિસમાં થયેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું હતું. ત્યાર બાદ કંગના અને શિવસેનાની બોલાચાલી વધી ગઈ હતી. કંગનાએ BMCની કાર્યવાહી પર કહ્યું હતું કે મુંબઈની સરખામણી PoK સાથે કરવામાં તેણે કંઈ ખોટું કર્યું નથી. શુક્રવાર, 11 સપ્ટેમ્બરની રાતે કંગનાએ એક મિનિટનો વીડિયો શેર કરીને કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારમાં આતંક અને અત્યાચાર વધી રહ્યા છે. તેણે મુંબઈમાં નેવીના પૂર્વ ઓફિસર સાથે શિવસૈનિકોની ઝપાઝપી અને એક ટીવી-ચેનલ વિરુદ્ધ રાજ્ય સરકારની કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments