સુરત : વધતા કોરોના પોઝિટિવ કેસને લઈને લિંબાયતમાં પાલિકા કમિશનરે મુલાકાત લઈને ચિતાર મેળવ્યો

0
11

સુરત. શહેરમાં કૂદકેને ભુસકે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. લિંબાયત વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવના કેસ વધી રહ્યા છે. જેથી આ વિસ્તારની મુલાકાતે પાલિકા કમિશનર બંછાનિધિ પાની પહોંચ્યાં છે.પાલિકા કમિશનરની મુલાકાતથી પાલિકા તંત્ર હરકતમાં આવી ગયું છે. પાલિકા કમિશનરે સમગ્ર વિસ્તારમાં મુલાકાત લઈને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો છે. કોરોનાની સાવચેતી અંગે ધનવંતરી રથને પણ સમગ્ર વિસ્તારમાં ફેરવવાના સૂચનો આપવામાં આવ્યાં છે. પાલિકા કમિશનરની મુલાકાતને પગલે સમગ્ર મહારાણા પ્રતાપ ચોક વિસ્તારને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે.

રિક્ષાઓ થકી જાગૃતિના પ્રયાસ

મહાનગર પાલિકા કમિશનરની મુલાકાતની સાથે સાથે લિંબાયત વિસ્તારમાં સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં આરોગ્ય માટે ધનવંતરી રથ ફેરવવામાં આવી રહ્યો છે. સાથે જ લોકોમાં જાગૃતિ આવે અને મોઢે લોકો માસ્ક બાંધ તથા હાથને સેનિટાઈઝ કરે તે માટેની જાહેરાત પ્રાદેશિક ભાષાઓમાં રિક્ષા મારફતે કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here