સુરત : પુત્રને લઈને પત્ની પ્રેમી પાસે જતી રહી, પતિનો આપઘાતનો પ્રયાસ, કહ્યું……

0
5

સાહેબ આજે તો મને બચાવી લીધો પણ મારી પત્ની અને બાળક ન મળ્યા તો હું આપઘાત કરી લઈશ. આ શબ્દો એક પતિના છે જેની પત્ની પુત્રને લઈને પ્રેમી પાસે જતી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જમવા બાબતે થયેલા ઝઘડામાં 4 વર્ષના બાળકને લઈ ઘર છોડીને ચાલી ગયેલી પત્નીના વિરહમાં પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પતિએ ઘણી શોધખોળ બાદ પણ પત્નીનો ક્યાંય પતો નહિ લાગતા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ-અરજી કરી છે. જોકે, પોલીસ સહકાર ન આપ્યો હોવાનું પતિએ જણાવ્યું હતું.

પતિને ઉંઘતો છોડી પત્ની પુત્રને લઈને જતી રહી

કતારગામ વિસ્તારમાં પ્રિતેશ(નામ બદલ્યું છે) પત્ની સમિરા(નામ બદલ્યું છે)અને 4 વર્ષના પુત્ર સાથે રહે છે. પ્રિતેશે જણાવ્યું હતું કે, 15 ડીસેમ્બરના રોજ સાંજે 4 વાગ્યે મને ઉંઘતો છોડી મારી પત્ની 4 વર્ષના પુત્ર ને લઈ ક્યાંય ચાલી ગઈ છે. ઘણી શોધખોળ બાદ પણ એનો ક્યાંય પતો નહિ લાગતા મેં કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ-અરજી કરી છે. આજે 9-10 દિવસ થઈ ગયા પોલીસ કોઈ પણ પ્રકારનો સહકાર આપતી નથી. ધક્કા ખાયને કંટાળી ગયો છું અને કોઈ કામ માં મન લાગતું નથી.

પત્ની પણ માનેલા ભાઈ સાથે પ્રેમસંબંધ હોવાનું કહે છે

વધુમાં જણાવ્યું હતું કે, 15 ડિસેમ્બરે બપોરે જમવા બાબતે ઝઘડો થતા મનદુઃખમાં પત્ની ચાલી ગઈ છે. મારી પત્ની મારા ઘરથી એક કિલોમીટરના અંતરે રહેતા મારી પત્નીના કહેવાતા ભાઈ સંજુ(નામ બદલ્યું છે) સાથે રહેતી હોવાની જાણ બાબતે મેં પોલીસને પણ કહ્યું છે છતાં પોલીસ કોઈ રસ લેતી નથી. 2019માં મારી પત્નીએ સંજુને રાખડી બાંધી ભાઈ બનાવ્યો હતો અને ત્યારબાદ બન્ને વચ્ચે પ્રેમ સંબંધ બધાયા હોવાનું સમિરા પણ મને કહે છે. હું કલરકામ કરી ગુજરાન ચલાવી રહ્યો છું. મારી પત્ની નિર્દોષ છે સંજુની માયાજાળમાં આવી મારી પત્ની ઘર છોડી ચાલી ગઈ છે.

આપઘાત કરવા જતા રાહદારીએ બચાવી લીધો

રવિવારે આપઘાત કરવા પ્રિતેશ અમરોલી બ્રિજ પર ચડી જઈ તાપી નદીમાં કૂદી આપઘાત કરવા ગયો હતો. જોકે, એક રાહદારીઓ બચાવી લીધો હતો. પ્રિતેશે જણાવ્યું હતું કે, સાહેબ આજે તો મને બચાવી લીધો પણ મારી પત્ની અને બાળક ન મળ્યા તો હું ફરી આપઘાત કરી લઈશ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here