- Advertisement -
ભાવનગર: ભાવનગર જિલ્લાના તળાજાના રાજપરા ગામે વાડી વિસ્તારમાં ગત રાત્રે એક દીપડો ઘૂસી આવ્યો હતો. ખુલ્લામાં પરિવાર સૂતો હતો તેમાં 4 વર્ષની બાળકીને દીપડાએ જડબામાં જકડી ભાગ્યો હતો. પરંતુ પરિવારજનો જાગી જતા દીપડા પાછળ દોડ્યા હતા અને બૂમો પાડતા દીપડાએ બાળકીને છોડી મુકી હતી. પરંતુ ત્યાં સુધીમાં બાળકીનું મોત નીપજ્યું હતું