Friday, September 17, 2021
Homeતાલાલા : ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત થયેલા સિંહનું 32 દિવસની સારવાર બાદ મોત
Array

તાલાલા : ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત થયેલા સિંહનું 32 દિવસની સારવાર બાદ મોત

તાલાલાના હરીપુર ગીર બિટ વિસ્તારમાં બે સિંહો વચ્ચેની ઇનફાઇટ દરમિયાન 9થી 12 વર્ષના એક સિંહને ગંભીર ઇજાઓ પહોંચી હતી. છેલ્લા 32 દિવસથી આ સિંહની સાસણ ગીર એનિમલ કેર સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી. આ ઇજાગ્રસ્ત સિંહનું આજે સારવાર દરમિયાન મોત થયું છે.

તાલાલા આર.એફ.ઓ. બિમલ ભટ્ટના જણાવાયા અનુસાર તાલાલા તાલુકાના હરીપુર ગીર ગામ પાસેના જંગલ વિસ્તારમાં સ્ટાફના પેટ્રોલીંગ દરમ્યાન તા.22-6 ના ગંભીર નર સિંહ ઉ.9 થી 12 ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. આ સિંહને બે સિંહો વચ્ચે ઇનફાઇટ થતા માથા, ગળા તથા પીઠના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તાલાલા વન વિભાગ સ્ટાફ તથા સાસણ એનિમલ કેર સેન્ટરના વેટરનરી તબીબ દ્વારા સિંહનું રેસ્ક્યુ કરી ગંભીર હાલતમાં સાસણ ગીર એનિમલ કેર સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

ઇજાગ્રસ્ત સિંહની સાસણ એનિમલ કેર સેન્ટરમાં 32 દિવસ સારવાર ચાલી હતી. દરમ્યાન આજે સિંહનું મૃત્યુ થયું હતું. સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મૃતક સિંહનું પીએમ કરાવી સાસણ ગીર ખાતે જ સિંહના અંતિમ સંસ્કાર કર્યા હતા. તાલાલા વન વિભાગ તથા વેટરનરી તબીબોની એક માસની જહેમત છતા પણ ઇજાગ્રસ્ત સિંહને બચાવી શકવામાં સફળતા પ્રાપ્ત થયેલ નહી. પરિણામે વન વિભાગ તથા વન્ય પ્રાણી પ્રેમીઓ નિરાશ થઇ ગયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments