Sunday, November 28, 2021
Homeભરૂચના દશરથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી માહિતી આપવામાં નિષ્ફળ રહેતા 10...
Array

ભરૂચના દશરથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી માહિતી આપવામાં નિષ્ફળ રહેતા 10 હજારનો દંડ કરાયો

માહિતી અધિકાર હેઠળ માહિતી ન આપનાર દશરથ ગામના તલાટી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે . ગુજરાત માહિતી આયોગ કમિશ્નરે માહિતી આપવામાં નિષ્ફળતા બદલ તલાટી વિપુલ ચૌહાણને દસ હજારનો દંડની રકમ ભરપાઈ કરવા હુકમ કરવામાં આવ્યો છે.દશરથ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ 2005 દરમિયાન બાંધકામ અંગેની મંજૂરી આપી હતી.

બિમારીનું કાણ ધર્યું હતું
વિગતવાર માહિતી મેળવવા ભરૂચના અરજદારે આરટીઆઇ હેઠળ માહિતી માંગતા દશરથ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વિપુલભાઈ ચૌહાણે માહિતી આપી ન હતી.દરમિયાન અરજદારે ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. સુનાવણી દરમ્યાન તલાટી કમ મંત્રીએ કોરોના મહામારીમાં પોતે બીમાર હોવાનું કારણ રજૂ કરી વધુ 15 દિવસની મુદત મેળવી હતી. તેમ છતાં ગુજરાત માહિતી આયોગ ના સ્પષ્ટ આદેશ બાદ પણ જાહેર માહિતી અધિકારીએ સમયમર્યાદામાં માહિતી પૂરી પાડી ન હતી.

કોઈ કાર્યવાહી ન કરતાં દંડ
અરજી અન્વયે કોઈ કાર્યવાહી કરી ન હતી. સમગ્ર બાબત ધ્યાનમાં લેતા તલાટી માહિતી પૂરી પાડવામાં નિષ્ફળ ગયા હોઇ, આયોગે તલાટી વિપુલ ચૌહાણ ને જવાબદાર ઠેરવી માહિતી અધિકારી નિયમની કલમ હેઠળ રૂપિયા 10,000 દંડ ફટકારવામાં આવ્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments