Saturday, September 25, 2021
Homeતાલિબાન : હેલમંદની જેલમાં હુમલો, ૩૮ આતંકીઓને ઠાર કર્યા
Array

તાલિબાન : હેલમંદની જેલમાં હુમલો, ૩૮ આતંકીઓને ઠાર કર્યા

તાલિબાની આતંકવાદીઓએ દક્ષિણ-પશ્વિમમાં આવેલા હેલમંદ પ્રાંતની જેલમાં હુમલો કર્યો હતો. હુમલાના નિષ્ફળ બનાવીને અફઘાનિસ્તાનના સુરક્ષાદળોએ ૩૮ આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા. જેલમાં બંધ તાલિબાની કેદીઓને છોડાવવા માટે આ હુમલો થયો હતો.

અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે દક્ષિણ-પશ્વિમમાં આવેલા હેલમંદ પ્રાંતની જિલ્લા જેલમાં તાલિબાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. એક સાથે ૪૦ તાલિબાની આતંકવાદીઓ ત્રાટક્યા હતા, પરંતુ સુરક્ષાદળોએ એ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ૩૮ આતંકવાદીઓ સુરક્ષાદળો સાથેની લડાઈમાં માર્યા ગયા હતા અને બે આતંકવાદીઓ ઘાયલ થયા હતા.

હેલમંદની આસપાસના વિસ્તારોમાં તાલિબાને કબજો કરી લીધો છે. હવે હેલમંદની સરકારી બિલ્ડિંગો ઉપર કબજો કરવા માટે તાલિબાને હુમલા શરૂ કર્યા છે. જેલમાં બંધ તાલિબાની આતંકવાદીઓને છોડાવવા માટે આ હુમલો થયો હતો. તાલિબાને ગવર્નર ઓફિસ, પોલીસ કચેરી અને તે સિવાયના સરકારી બિલ્ડિંગોને કબજે કરવાની મથામણ આદરી છે.

દરમિયાન પાકિસ્તાન તાલિબાનને સમર્થન કરતું હોવાનો પર્દાફાશ હવે થઈ રહ્યો છે. પાકિસ્તાનની સરહદેથી અફઘાનિસ્તાનમાં ઘૂસવાની ફિરાક કરી રહેલા તાલિબાની આતંકવાદીઓનો એક ફોટો શેર કરીને કેનેડાના નેતા અને પૂર્વ મંત્રી ક્રિસ એલેક્ઝાન્ડરે એક ટ્વિટ કરીને કહ્યું હતું કે તાલિબાનને પાકિસ્તાન તાલીમ આપી રહ્યું છે. આ નેતાએ આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન જ અફઘાનિસ્તાન વોરને ઉત્તેજન આપી રહ્યું છે અને આડકતરી રીતે અફઘાન વોરમાં સક્રિય છે.

અમેરિકામાં પણ પાકિસ્તાનની વિરૃદ્ધમાં પ્રદર્શનો થયા હતા. અફઘાનિસ્તાનના અમેરિકા રહેતા પશ્તૂન નાગરિકોએ પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો અને પાકિસ્તાન તાલિબાનને સમર્થન આપીને અફઘાનિસ્તાનને વેરવિખેર કરવા ઈચ્છે છે એવો આરોપ લગાવ્યો હતો. પશ્તૂન તહફૂઝ મૂવમેન્ટના અલી વઝીરને પાકિસ્તાનમાં નજરકેદ કરવામાં આવ્યા છે તે બાબતે ન્યૂયોર્કમાં સૂત્રોચ્ચાર કર્યો હતો. અલી વઝીર પાકિસ્તાનમાં માનવ અધિકારોના રક્ષણ માટે કાર્યરત સમાજસેવક છે.

અમેરિકન સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. અમેરિકન સૈન્યને મદદરૂપ થનારા અફઘાનિસ્તાન નાગરિકોને અમેરિકામાં લઈ આવવાનો પ્રોગ્રામ આગળ વધારાશે અને એવા નાગરિકોને અમેરિકા સુરક્ષિત લવાશે. અમેરિકાએ દેશ છોડવાનું નક્કી કર્યું પછી અમેરિકી સૈન્ય માટે કામ કરનારા અફઘાનિસ્તાનના નાગરિકો ઉપર તાલિબાની આતંકવાદીઓનો ખતરો વધ્યો હતો. એને ધ્યાનમાં રાખીને અમેરિકાએ રેફ્યુજી પ્રોગ્રામને આગળ વધારવાની જાહેરાત કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments