છોટાઉદેપુર : યુવતીને તાલિબાની સજા ! વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી…

0
8

યુવતી દર્દનાક ચીસો પાડી રહી છે, તેમ છતાં પણ એક પછી એક લોકો તેને ડંડાથી ફટકારી રહ્યા છે.

વીડિયો વાયરલ થતા તંત્ર પણ હરકતમાં, આપ્યા તપાસના આદેશ

છોટા ઉદેપુરના સરહદી વિસ્તારમાં એક શર્મનાક ઘટના સામે આવી છે. જેમાં ગામના લોકો એક મહિલાને બેરહેમીથી માર મારી રહ્યા છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એક યુવક યુવતીના બંને હાથ પકડી રાખે છે, જ્યારે બે અન્ય લોકો યુવતીને લાકડીથી ફટકારી રહ્યા છે.

જો કે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ પણ હરકાતમાં આવી છે. જે બાદમાં પોલીસે આ વીડિયો અંગે તપાસના આદેશ આપ્યા છે. વીડિયોમાં જે દ્રશ્યો જોવા મળે છે તેને જોઈને ભલભલા હચમચી જાય. માર મારવા દરમિયાન યુવતી દર્દથી બૂમો પાડતી રહે છે, જ્યારે એક પછી એક યુવક તેને સોટીથી ફટકારી રહ્યો છે.

પ્રાથમિક તપાસમાં આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાના બિલવાંટ ગામનો હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં નજરે પડતા શખ્સો આદિવાસી લાગી રહ્યા છે તેમજ તેઓ ગુજરાતી ભાષા બોલતા નજરે ચડી રહ્યા છ.

વીડિયોમાં યુવતીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. એક યુવકે યુવતીના બંને હાથ પકડી રાખ્યા છે જ્યારે બીજા બે લોકો સોટીથી યુવતીને ફટકારી રહ્યા છે. યુવતીને શા માટે આવી તાલિબાની સજા ફરમાવવામાં આવી હતી તેના વિશે કોઈ માહિતી મળી નથી. હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here