Thursday, August 5, 2021
No menu items!
Homeતાલિબાની સજા - છોટાઉદેપુરના બીલવાટ ગામમાં પ્રેમી સાથે ભાગી ગયેલી સગીરાને પરિવારજનોએ...
Array

તાલિબાની સજા – છોટાઉદેપુરના બીલવાટ ગામમાં પ્રેમી સાથે ભાગી ગયેલી સગીરાને પરિવારજનોએ ઢોર માર માર્યો, 15 લોકો સામે ગુનો દાખલ

  • 24 મેના રોજ યુવતીને માર માર્યો હતો, વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી

સીએન 24,ગુજરાત

છોટાઉદેપુરછોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને ગુજરાતની સરહદે આવેલા બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી. જે તેના પરિવારજનોને પસંદ નહીં પડતા સગીરાને 15 જેટલી લોકોએ જાહેરમાં લાકડી વડે ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાઈરલ થયો છે. આ ઘટના 24 મેના રોજ બની હતી, સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી. જેને શોધી કાઢીને ઘરે લાવી યુવતીને જાહેરમાં લાકડીઓ અને ગડદા પાટુનો માર મારતો વીડિયો બહાર આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.

રંગપુર પોલીસ સ્ટેશનમાં 15 લોકો સામે ગુનો દાખલ

આ સંદર્ભે રંગપુર પોલીસ સ્ટેશનમાં 15 લોકો સામે ગુનો દાખલ થયો છે. આરોપીઓ દેસીંગભાઈ ધનસિંગભાઈ રાઠવા, ભીખાભાઇ ભોદીભાઈ ધાણુંક, ઉદલિયાભાઈ કાળુભાઇ ધાણુંક, માધુભાઈ ભારતીયાભાઈ રાઠવા, દશમભાઈ ધનસિંગભાઈ રાઠવા, રમેશભાઈ મોતીભાઈ રાઠવા, જ્ઞાનસિંગ મનડાભાઈ રાઠવા, વેસ્તાભાઈ ભુરલાભાઈ રાઠવા, ધનસિંગભાઈ નવલસિંગભાઈ રાઠવા, ગુરલાભાઈ નજરૂભાઈ ધાણુંક,  કાડીયાભાઈ છગનભાઇ રાઠવા, નાનલાભાઈ કુકાભાઈ રાઠવા, રમેશભાઈ ગુમાનભાઈ રાઠવા, લખાભાઈ નાનીયાભાઈ રાઠવા, ઉદેસિંગભાઈ કાળુભાઇ ધાણુંક(તમામ રહેવાસી બીલવાટ, છોટાઉદેપુર) વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી એ.વી. કાટકડે રંગપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.
આદિવાસી પથંકમાં આવી તાલિબાની સજાઓ અપાય છે

આદિવાસીઓની અંદર આજે પણ એવી પ્રથા ચાલે છે કે, મા બાપની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ આવી દંડકીય રકમ નક્કી કરે છે, એ યુવાને આપવી પડતી હોય છે. જો આમાં સમજૂતી ન થાય તો ભારે ઘર્ષણ પણ થતાં હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ ભાગી ગયેલ યુવક યુવતીઓને સજા થયેલ છે.
ભોરદલી જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કહે છે કે, મારઝૂડ કરી આ વિષયને ચર્ચાસ્પદ બનાવવો જોઇતો નહોતો

ભોરદલી જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ઢુંઢીબેન રાઠવાએ જણાવ્યું હતું કે, અમારી ગ્રામપંચાયતમાં આવેલા બીલવાટ ગામમાં ભાગી ગયેલી યુવતીને માર મારવામાં આવ્યો હતો, તેની ફરિયાદ અમારા સુધી આવી ન હતી, ત્યાંના રહીશોએ ફરિયાદ કરી હોત તો યોગ્ય ઉકેલ લાવ્યા હોત, મારઝૂડ કરી આ વિષયને ચર્ચાસ્પદ બનાવવો જોઇતો નહોતો.
રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવા કહે છે કે, બદલાયેલા સમય પ્રમાણે પરિવર્તન લાવવુ જરૂરી છે

છોટાઉદેપુર તાલુકાના બીલવાટ ગામે જે યુવતીને જાહેરમાં માર મારવા અંગે રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારની અંદર આજે પણ જૂના કુરિવાજો ચાલે છે. એમાં બદલાયેલા યુગ પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments