કામની વાત : 30 જૂન સુધી ITR ફાઈલ અને આધાર-પેનને લિંક કરવા જેવા કામ પતાવી લો

0
5

આ મહિનામાં જૂનમાં ઘણા જરૂરી કામ કરવાની છેલ્લી તારીખ છે. આ મહિને તમારે આધાર-પેનને લિંક કરવા અને ડબલ TDSથી બચવા માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવા જેવા કામ નહીં કરવા પર તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અમે તમને આવા 5 કામો વિશે જણાવી રહ્યા છીએ જે તમારે 30 જૂન સુધી પૂરા કરવાના છે.

ડબલ TDS આપવો પડશે
સરકારે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ ન કરતા લોકો માટે નિયમો કડક બનાવ્યા છે. નવા TDS નિયમોના અનુસાર, ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની સેક્શન 206AB અંતર્ગત હવે ITR ફાઈલ ન કરવા બદલ ડબલ TDS ચૂકવવો પડશે.નવા નિમયોના અનુસાર, જે લોકોએ ITR ફાઈલ નથી કર્યું, તેમના પર ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS) પણ વધારે લાગશે. નવા નિયમ પ્રમાણે, 1 જુલાઈ 2021થી પીનલ TDS અને TDSના દર 10-20% હશે જે સામાન્ય રીતે 5-10% હોય છે.

આધાર-પેન લિંક કરાવી લો
જો તમે હજી સુધી પેનને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આજે જ કરાવી લો. સરકારે પેનને આધાર સાથે લિંક કરવા માટે 30 જૂન 2021 સુધીનો સમય આપ્યો છે. 30 જૂન સુધી તેને લિંક નહીં કરવા પર 1 હજાર રૂપિયાનો દંડ આપવો પડશે. તેની સાથે વ્યક્તિએ વધારે TDS ચૂકવવો પડશે. કેમ કે પેનને આધાર સાથે લિંક ન કરવા પર તમારું પેન ઈનઓપરેટિવ થઈ જશે. ઈન્કમ ટેક્સ એક્ટ અંતર્ગત જો કોઈ વ્યક્તિની પાસે એક્ટિવ પેન નંબર નથી તો બેંક તમારી આવક પર 20%ના દરે TDS કટ કરશે.

PM કિસાન માટે રજિસ્ટ્રેશન કરાવી લો
જો તમે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન નથી કરાવ્યું તો 30 જૂન પહેલા કોઈપણ સંજોગોમાં કરાવી લો જેથી આ વર્ષના બંને હપ્તા તમારા ખાતામાં આવી જશે. PM કિસાન સન્માન નિધિના નિયમોના અનુસાર, જો તમે જૂનમાં અરજી કરો છો અને તમારી આ અરજી સ્વીકારાય છે તો જૂન અથવા જુલાઈમાં તમને 2000 રૂપિયા મળી જશે. ત્યારબાદ ઓગસ્ટમાં પણ 2000 રૂપિયાનો હપ્તો તમારા બેંક અકાઉન્ટમાં આવી જશે.

વધારે વ્યાજ માટે સ્પેશિયલ FDમાં રોકાણ કરો
SBI, HDFC બેંક, ICICI બેંક અને બેંક ઓફ બરોડા સિનિયર સિટીઝન માટે સ્પેશિયલ FD શરૂ કરી હતી. આ સ્પેશિયલ સ્કિમ 30 જૂન 2021ના રોજ સમાપ્ત થઈ રહી છે. આ સ્કિમ્સ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને નોર્મલ FDની તુલનામાં વધારે વ્યાજ મળી રહ્યું છે. આવી સ્થિતિમાં જો તમે સિનિયર સિટીઝન છો અને સામાન્ય FD કરતાં વધારે વ્યાજ પ્રાપ્ત કરવા માગો છો તો તેમાં આ મહિને રોકાણ કરી શકો છો.

સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને નવો IFSC કોડ મળશે
સિન્ડિકેટ બેંકનું એક એપ્રિલ 2020થી કેનેરા બેંકમાં મર્જર થઈ ગયું છે તેથી હવે 1 જુલાઈથી બેંકનો IFSC કોડ બદલાઈ જશે. આવી સ્થિતિમાં સિન્ડિકેટ બેંકની બ્રાંચમાં વર્તમાન IFSC કોડ 30 જૂન 2021 સુધી કામ કરશે. 1 જુલાઈ 2021થી બેંકનો નવો IFSC લાગુ થઈ જશે. સિન્ડિકેટ બેંકના ગ્રાહકોને હવે પોતાની બેંક શાખા માટે નવો IFSC કોડ લેવો પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here