ભારત-ચીન સીમા વિવાદ : બન્ને દેશના આર્મી અધિકારીઓ વચ્ચે વાતચીતથી તણાવ ઘટ્યો, 6 જૂનની મીટિંગ બાદ બોર્ડર પર કોઇ ગતિવિધિ નહીં

0
0

નવી દિલ્હી. બોર્ડર વિવાદ અંગે ભારત અને ચીન વચ્ચેની વાતચીત બાદ હકારાત્મક અસર દેખાઇ રહી છે. ન્યૂઝ એજન્સીએ સૂત્રો દ્વારા જણાવ્યું છે કે સૈનિકો વચ્ચે તણાવ ઘટ્યો છે.  પૂર્વી લદ્દાખમાં ગાલવાન વેલી અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાં ભારત-ચીનના બ્રિગેડ કમાન્ડર અને બટાલિયન કમાન્ડર લેવલના અધિકારીઓ લગાતાર વાતચીત કરી રહ્યા હતા.

ગાલવાન, હોટ સ્પ્રિંગ વિસ્તારમાં વાતચીત થતી રહેશે

સૂત્રોના જણાવ્યા પ્રમાણે 6 જૂને મિલિટરી કમાન્ડર્સ વચ્ચે વાતચીત થયા બાદ બન્ને દેશો તરફથી બોર્ડર પર ચોક્કસ ગતિવિધિ થઇ નથી. આ દરમિયાન સૈનિકો વચ્ચે તણાવની પણ ઘટના સામે આવી નથી. ચીનનું વલણ પણ નરમ પડી ગયું છે. બન્ને દેશના અધિકારીઓ વચ્ચે ચર્ચામાં એ વાત પર સહમતિ થઇ છે કે ગાલવાન વિસ્તારના પેટ્રોલિંગ પોઇન્ટ અને હોટ સ્પ્રિંગના પોઇન્ટ નંબર 15 પર વાતચીત ચાલુ રાખવામા આવશે.  થોડા દિવસો પહેલા ચીને ગાલવાન વેલી અને હોટ સ્પ્રિંગ વિસ્તારમાંથી તેના સૈનિકોને 2.5 કિલોમીટર સુધી પાછળ હટાવી લીધા હતા. ભારતે પણ આ વિસ્તારમાં સૈનિકોની સંખ્યા ઘટાડી દીધી છે.

ભારત અને ચીન વચ્ચે આ મહિને 3 મીટિંગ થઇ

પહેલી મીટિંગ- 6 જૂન
ક્યાં થઇ- ચુસૂલ સેક્ટરમાં ચીનની સીમામાં નિયંત્રણ રેખાથી 20 કિમી દૂર મોલ્દોમાં.
કયા સ્તરની વાતચીત હતી- લેફ્ટનન્ટ જનરલ સ્તરની.
શું ચર્ચા થઇ- શાંતિપૂર્ણ રીતે વિવાદ દૂર કરીને સંબંધ આગળ વધારવામા આવે.

બીજી મીટિંગ- 10 જૂન

ક્યાં થઇ- પૂર્વી લદ્દાખ પાસે ભારતીય સીમાની અંદર
કયા સ્તરની વાતચીત- મેજર જનરલ સ્તરની.
શું ચર્ચા થઇ- બોર્ડર પરનો વિવાદ કેવી રીતે દૂર થાય અને સૈનિકોની સંખ્યા કેવી રીતે ઘટાડવામા આવે.

ત્રીજી મીટિંગ- 12 જૂન

ક્યાં થઇ- લોકેશનની માહિતી નથી.
કયા સ્તર પર વાતચીત – મેજર જનરલ સ્તરની.
શું ચર્ચા થઇ- ગાલવાન વિસ્તારમાં 3 સ્થળો પર વિવાદ કેવી રીતે દૂર કરવામા આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here