Friday, April 19, 2024
Homeભારત અમેરિકા વચ્ચે ૩ અરબ ડોલરની રક્ષા ડીલ, ટ્રેડ ડીલ પર થશે...
Array

ભારત અમેરિકા વચ્ચે ૩ અરબ ડોલરની રક્ષા ડીલ, ટ્રેડ ડીલ પર થશે વાતચીત

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંરક્ષણ, સુરક્ષા અને વ્યાપાર, રોકાણ સહિતના અનેક ક્ષેત્રો અંગે દ્રિપક્ષીય ચર્ચા કરી હતી. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદીએ સંયુક્ત નિવેદન પણ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું જે ભારત અને અમેરિકા વચ્ચે ૩ અરબ ડોલરના સુરક્ષા સોદા માટે સમજુતી કરાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચે વ્યાપાર સમજુતી માટે સહમતી બનાવવા માટે પણ વાતચીત થશે.

આ સંયુક્ત નિવેદન પૂર્વે પીએમ મોદીએ પોતાની ટીપ્પણીમા પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું અને ભારત યાત્રા માટે સમય નીકાળવા માટે તેમનો આભાર માન્યો હતો. જેના જવાબમા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારતમા છેલ્લા બે દિવસ અદભુત રહ્યા, ખાસ કરીને મોટેરા સ્ટેડીયમમા જે થયું તે. તેમજ મારી માટે સન્માનની વાત છે. લોકો પીએમ મોદીને પ્રેમ કરે છે.

પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના સંયુક્ત નિવેદનના કેટલાંક અંશ :

જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે એક વ્યાપક વ્યાપર સમજુતી પર વાતચીત માટે સહમતિ વ્યક્ત કરી છે. હું આશા કરું છું કે બંને દેશો માટે મહત્વપૂર્ણ સોદો કરી શકે છે. તેની સાથે તેમણે કહ્યું કે મે જયારથી પદભાર સંભાળ્યો છે ત્યારથી ભારતમાં અમેરીકાની ઉર્જા નિકાસ લગભગ ૬૦ ટકા હતી અને તે હવે વધીને ૫૦૦ ટકાએ પહોંચી છે.

ટ્રમ્પે કહ્યું કે પોતાની યાત્રા દરમ્યાન અમે સુરક્ષિત ૫જી વાયરલેસ નેટવર્ક મુદ્દે મહત્વની ચર્ચા કરી છે.

ટ્રમ્પે કહ્યું કે અમારી ચર્ચાઓમા પીએમ મોદી અને મે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને નાબુદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પ્રયાસમા અમેરિકા પાકિસ્તાન સાથે કામ કરી રહ્યું છે જેના લીધે પાકિસ્તાન ધરતી પર જ આતંકવાદીઓનો સામનો કરી શકાય

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે અપાચે અને એમએચ-૬૦ રોમિયો હેલીકોપ્ટર સહિત દુનિયાના સૌથી આધુનિક સૈન્ય સાધનો માટે ૩ બિલીયન અમેરિકી ડોલરની ખરીદી માટે ભારત સાથે સમજુતી થઈ છે અને પોતાના રક્ષા સહયોગનો વિસ્તાર કર્યો છે. આ અમારી સંયુક્ત રક્ષા ક્ષમતાઓને વધારશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular