તલોદ પોલીસે રણાસર ચોકડી પાસેથી ઈંગલીશ દારૂ પકડ્યો

0
117

તલોદ પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ રણારસ ચોકડી પાસે પેટ્રોલીંગમા હતા ત્યારે ગાંભોઈ તરફથી આવતી એક મહીંદ્રા મેક્સ ગાડીને સંકાના દાયરામા રોકતા આ ગાડીના ચાલકે હીમતનગર તરફ ગાડીનો ચાલક લઈને ભાગવા જતા પોલીસ તેનો ખાનગી વાહનમા પીછો કરી આ ગાડીને ઉભી રખાવતા આ ગાડીનો ચાલક ગાડી મુકીને ફરાર થઈ જતા પોલીસે ગાડી નંબર જીજે-૦૯-બીજી-૨૪૫૪ ની અંદર તપાસ કરતા અંદર દારૂ, બીયર, વીસ્કી જેવી ૮૬ નંગ બોટલોની કીમત રૂપીયા ૩૪,૪૦૦ અને મહીંદ્રા ગાડીની કીમત ૪ લાખ થઈને પોલીસે કુલ રૂપીયા ૪,૩૪,૪૦૦ નો ઈંગલીશ દારૂ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. અને ગાડીનો ચાલક ફરાર થઈ જતા તેની સામે આગળની કાર્યવાહી તલોદ પોલીસે કરી છે.

 

 

  • ગાંભોઈ તરફથી આવતી મહીંદ્રા ગાડીને રણાસર ચોકડી પાસે શંકાના દાયરામા દારૂની ગાડી પકડી
  • આ ગાડીના ચાલકને ઉભી રખાવતા ચાલક ભાગવા જતા પોલીસે પીછો કરી ગાડી પકડી

 

 

  • આ ગાડીમાંથી ૮૬ નંગ બોટલો તેની કુલ કીમત રૂપીયા ૩૪,૪૦૦ ની કીમત થાય
  • પોલીસે કુલ રૂપીયા ૪,૩૪,૪૦૦ ઈંગલીશ મુદ્દામાલ પકડ્યો
  • ગાડીનો ચાલક ગાડી મુકીને ફરાર

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, દહેગામ, ગાંધીનગર 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here